Uttarakhand Glacier broke: ગૃહમંત્રી અમિત શાહે શક્ય તમામ મદદનો ભરોસો આપ્યો
Uttarakhand Glacier Broke: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડમાં પ્રાકૃતિક આપદાની સૂચના પર મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત, ડીજી આઈટીબીપી અને ડીજી એનડીઆરએફ સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે દેવભૂમિને શક્ય તમામ મદદ પહોંચાડવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું, ઉત્તરાખંડમાં પ્રાકૃતિક આપદાની સૂચનાના સંબંધમાં મેં મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત, DG ITBP અને DG NDRF સાથે વાત કરી છે. તમામ સંબંધિત અધિકારી લોકોને સુરક્ષિત કરવામાં યુદ્ધસ્તરે કામ કરી રહ્યા છીએ. NDRFની ટીમો બચાવ કાર્ય માટે નિકળી ગઈ છે અને આ ટીમો દિલ્હીથી એરલિફ્ટ કરી ઉત્તરાખંડ મોકલવામાં આવી રહી છે. અમે ત્યાંની સ્થિતિને નિરંતર મૉનિટર કરી રહ્યા છીએ.
હરિદ્વાર સુધી હાઈ અલર્ટ
ઉત્તરાખંડના ચમોલીમાં નંદા દેવી નેશનલ પાર્ક અંતર્ગત કોર ઝોનમાં આવેલ ગ્લેશિયર ટૂટતાં તબાહી મચી ગઈ છે. રિપોર્ટ મુજબ રૈની ગામ પાસે ઋષિ ગંગા તપોવન હાઈડ્રો પ્રોજેક્ટનો બાંધ ટૂટી ગયો છે, જેનાથી નુકસાન થયું છે. ગ્લેશિયર ટૂટવાથી પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. ઓછામા ઓછા 150 લોકો તણાયા હોવાની આશંકા જતાવાઈ રહી છે. જેમાં કેટલાય મજૂરો પણ સામેલ છે. જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એસડીઆરએફ પણ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ ગઈ છે. પ્રશાસને હરિદ્વાર સુધી હાઈ અલર્ટ જાહેર કરી દીધું છે.
સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવતે ટ્વીટ કર્યું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે ટ્વીટ કરી જણાવ્યું કે રાહતના સમાચાર છે કે નંદપ્રયાગથી આગળ અલકનંદા નદીનો વહાવ સામાન્ય થઈ ગયો છે. નદીનું જળસ્તર સામાન્યથી હવે 1 મીટર ઉપર છે, પરંતુ વહાવ ઘટતો જઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ, આપદા સચિવ, પોલીસ અધિકારી અને મારી આખી ટીમ હોનારત કંટ્રોલ રૂમમાં સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરાખંડમાં બાંધ ટૂટવાથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિઓને દ્રષ્ટિગત પ્રદેશમાં સંબંધિત વિભાગો, અધિકારીઓ અને એસડીઆરએફને હાઈ અલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
Live: ઉત્તરાખંડમાં ગ્લેશિયર ટૂટવાથી તબાહી, 100-150 લોકો તણાયા