For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડઃ ભૂખથી મરી રહ્યાં છે લોકો, અધિકારીઓ દ્વારા 'શાહી ભોજન'

|
Google Oneindia Gujarati News

દહેરાદૂન, 27 જૂનઃ ઉત્તરાખંડમાં કૂદરતી કહેરએ વિનાશ નોતર્યો છે. હજારોની સંખ્યામાં લોકોના મોત નીપજ્યાં છે, હજારોની સંખ્યામાં હજુ પણ લોકો ફસાયેલા છે. આફતમાં ફસાયેલા લોકો પાણીના એક ટીપાં માટે તરસી રહ્યાં છે. ખાવા માટે અન્નનો એક દાણો નથી. માટી, જંગલી ફળ અને ઘાસ ખાઇને લોકો જેમ-તેમ કરીને જીવી રહ્યાં છે, પરંતુ સરકારના સચિવાલયમાં બનેલા આફત ન્યૂનીકરણ અને પ્રબંધન કેન્દ્રના આફત રાહત અને સૂચના કેન્દ્રના કર્મચારીઓ 'શાહી ભોજન'નો લુત્ફ ઉઠાવી રહ્યાં છે. એસી રૂમોમાં બેસીને અધિકારી શહેરના નામી રેસ્ટોરાંમાં ઓર્ડર બુક કરી પોતાની મરજીનું ભોજન મંગાવી રહ્યાં છે.

આફત બાદ ઘાટી સહિત બીજા સ્થળોમાં ફસાયેલા લોકો પાણી માટે તરસી રહ્યાં છે. બીજી તરફ રાહત શિબિરોમાં દાળ-ભાતથી વધારે કંઇ નથી, પરંતુ તેનાથી અધિકારીઓને શું લેવા-દેવા, તેમને તો તેમની મરજી અનુસાર રહેવું છે.

uttarakhand-flood-relief
જ્યાં આખું ઉત્તરાખંડ સહિત સમગ્ર દેશ આ વિનાશની પહોંચી વળવા અને લોકોને બચાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે, બીજી તરફ આફત પ્રબંધનના અધિકારી પોતાના શાહી ભોજનમાં લાગેલા છે. એટલું જ નહીં શાહી ભોજન ઉપરાંત ઓફિસમાં મનોરંજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ઓફિસમાં બે મોટા ટીવી સ્ક્રિન લગાવવામાં આવ્યા છે, જેથી સમાચાર ચેનલો થકી આફત અધિકારી પલ-પલની જાણકારી મેળવી શકે. પરંતુ સમાચારના બદલે ટીવી પર ફિલ્મો અને ગીતો વાગી રહ્યાં છે.
English summary
Thousands of Hindu pilgrims stranded in uttarakhand without food or water for nearly a week, scores of pilgrims are on the verge of death. While government staff enjoyed the royal food after disaster.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X