For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેદારનાથમાં પૂર્વ સીએમ હરીશ રાવત સહીત ઘણા કોંગ્રેસ નેતા ફસાયા

ઉત્તર ભારતમાં આંધી અને તોફાન વિશે હવામાન વિભાગની ચેતવણી વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા રોકી દેવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તર ભારતમાં આંધી અને તોફાન વિશે હવામાન વિભાગની ચેતવણી વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા રોકી દેવામાં આવી છે. કેદારનાથ ધામમાં સતત ચાલી રહેલી બરફવર્ષાને કારણે પ્રશાસન ઘ્વારા આ યાત્રા હાલમાં રોકી દેવામાં આવી છે. પ્રશાસન ઘ્વારા આદેશ મળ્યા પછી લોકોને સોનપ્રયાગ માં રોકી દેવામાં આવ્યા છે. જયારે બીજી બાજુ ઉત્તરાખંડમાં પૂર્વ સીએમ હરીશ રાવત સહીત ઘણા કોંગ્રેસ નેતા પણ કેદારનાથ ધામમાં ફસાયા છે. મોસમ સુધારવા પર કેદારનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.

પૂર્વ સીએમ હરીશ રાવત ફસાયા

પૂર્વ સીએમ હરીશ રાવત ફસાયા

સોમવારે પૂર્વ સીએમ હરીશ રાવત, કોંગ્રેસ સાંસદ પ્રદીપ્ત ટમટા, સ્થાનીય વિધાયક મનોજ રાવત અને બીજા કોંગ્રેસી નેતા 18 કિલોમીટર પગપાળા યાત્રા કરી કેદારનાથ ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા. કેદારનાથમાં થઇ રહેલી ભારે બરફવર્ષાને કારણે આ નેતાઓ ધામમાં ફસાઈ ચુક્યા છે. એટલું જ નહીં પરંતુ મંગળવારે સવારે બદ્રીનાથ ધામમાં પણ ભારે બરફવર્ષા થઇ હતી. બરફવર્ષાને કારણે વિસ્તારમાં 2 ઇંચ મોટી બરફની ચાદર જામી ગયી છે. પરંતુ બદ્રીનાથની યાત્રા હજુ પણ ચાલુ જ છે. તેના સિવાય હેમકુંડ સાહિબમાં પણ ભારે બરફવર્ષા જોવા મળી છે.

બદ્રીનાથ ધામમાં પણ ભારે બરફવર્ષા

બદ્રીનાથ ધામમાં પણ ભારે બરફવર્ષા

આપણે જણાવી દઈએ કે એક તરફ જ્યાં મેદાન વાળા વિસ્તારમાં આંધી અને તોફાન વિશે એલર્ટ જારી છે, ત્યાં જ પહાડો પર બરફવર્ષા થઇ રહી છે. કેદારનાથ ધામના કપાત 29 એપ્રિલ દરમિયાન ખોલવામાં આવ્યા હતા. કેદારનાથમાં ખરાબ મોસમ હોવા છતાં પણ લોકોની ભીડ જામી રહી છે. રવિવારે પણ વરસાદ પડતો હોવા છતાં પણ લાઈનમાં ઉભા રહીને લોકોએ કેદારનાથ દર્શન કર્યા. પ્રશાસન હાલમાં કેદારનાથ મોસમ પર નજર રાખી રહ્યું છે.

તોફાન વિશે એલર્ટ

તોફાન વિશે એલર્ટ

સોમવારે રાત્રે દેહરાદૂન અને હરિદ્વારમાં પણ ભારે હવા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે દેહરાદૂનમાં ઘણા વીજળીના થાંબલા અને ઝાડ તૂટીને પડી ગયા. હવામાન વિભાગ ઘ્વારા ચેતવણી આપ્યા પછી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

English summary
Uttarakhand heavy snowfall kedarnath dham former cm harish rawat stuck.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X