• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડીએસપી હત્યાકાંડમાં મુખ્ય આરોપીએ કર્યું સરેન્ડર

|

લખનઉ, 16 માર્ચ: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કૂંડા વિસ્તારમાં ગયા પખવાડિયામાં સીઓ હત્યાકાંડના મુખ્ય આરોપીએ શનિવારે કેન્દ્રીય તપાસ સમિતિની ટીમની સામે આત્મસમર્પણ કરી લીધું છે.

હત્યાકાંડના મુખ્ય આરોપી કામતા પાલે કૂંડા સ્થિત સીબીઆઇના શિબિર કાર્યાલયમાં શનિવારે બપોરે લગભગ 12 વાગે આત્મસમર્પણ કરી લીધું. સીબીઆઇ કામતાની પૂછપરછ કરી રહી છે.

સીબીઆઇ સૂત્રોના જણાવ્યા અનુસાર કામતા પાસે આખા ઘટનાક્રમ અને તેમાં સામેલ લોકો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. કૂંડાના બલીપૂર ગામમાં પોલીસ અધિકારી જિયાઉલ હક સહિત ગ્રામ પ્રધાન નન્હે યાદવ અને તેના નાના ભાઇની પણ હત્યા કરી દેવામાં આવી હતી.

આ હત્યાકાંડમાં પ્રતાપગઢના બાહુબલી નેતા અને પૂર્વ મંત્રી રાજા ભૈયાનું નામ આવવા પર તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું. સીબીઆઇએ રાજા ભૈયાની સામે પણ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

English summary
Utter Pradesh DSP murder case, main accused surrendered to CBI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X