For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સામે જંગઃ 18+ ને આજથી લાગશે કોરોના વેક્સીન, કેટલાય રાજ્યો પાછળ હટ્યાં

કોરોના સામે જંગઃ 18+ ને આજથી લાગશે કોરોના વેક્સીન, કેટલાય રાજ્યો પાછળ હટ્યાં

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સામેની જંગમાં આજે 1 મેથી ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. આજથી 18થી 44 વર્ષના લોકોને પણ કોરોના વાયરસની રસી લગાવાશે. જો કે કેટલાય રાજ્યોએ વેક્સીનની કમીની વાત કહી આજથી 18+ લોકોને વેક્સીનેટ કરાવવાની ના પાડી દીધી છે. જ્યારે કેટલાક રાજ્યોએ 1 મેથી પોતાના કેટલાય જિલ્લામાં રસીકરણ અભિયાન ચાલુ કરવાની વાત કહી છે. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે વેક્સીનની કમી એટલી પણ નથી કે રાજ્ય 1 મેથી 18+ લોકોને કોરોનાની રસી ના આપી શકે. 45થી વધુ ઉંમરના લોકોને પહેલેની જેમ જ વેક્સીન હરરોજ મફત આપવામાં આવશે. કેટલાક રાજ્યોમાં વેક્સીન માટે 18+ લોકોએ ઈંતેજાર કરવો પડી શકે છે. તો આવો જાણીએ કયા રાજ્યોમાં વેક્સીન લગાવવામાં આવી રહી છે?

corona vaccine

આ 6 રાજ્યોમાં 18+ લોકોને વેક્સીન લગાવવામાં આવશે

ઉત્તર પ્રદેશના માત્ર 7 જિલ્લામાં જ 1 મેથી 18+ લોકોને વેક્સીન લગાવવામાં આવી રહી છે. સરકારે કહ્યું કે જે જિલ્લામાં કોરોનાના મામલા 9 હજારથી વધુ છે, પહેલાં ત્યાંના લોકોને વેક્સીનેટ કરાશે. બાદમાં બાકી જિલ્લાઓને પણ આમાં સામેલ કરી લેવાશે. લખનઉ, વારાણસી, પ્રયાગરાજ, ગોરખપુર, કાનપુર, મેરઠ અને બરેલીમાં આજથી વેક્સીન અપાશે.

ગુજરાતના 10 જિલ્લામાં 18+ લોકોને શનિવારથી વેક્સીન લગાવવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આજથી 18થી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સીન લગાવાશે.

મહારાષ્ટ્રઃ મુંબઈના 5 વેક્સીન સેંટર પર 18+ લોકોને રસી આપવામાં આવશે. બીકેસી જમ્બો ફેસિલિટી, કપૂર હોસ્પિટલ, સેવન હિલ્સ હોસ્પિટલ, રજવાડી હોસ્પિટલ અને નાયર હોસ્પિટલમાં 1લી મેથી 19થી વધુ ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવશે. બીએમસીએ આ જાણકારી આપી છે.

રાજસ્થાનના 11 જિલ્લામાં આજથી 18+ લોકોને વેક્સીન લગાવવામાં આવશે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ડૉ રઘુ શર્માએ કહ્યું કે 1 મેથી રાજસ્થાનના 11 જિલ્લામાં 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સીનેટ કારશે. આ 11 જિલ્લા છે- ભીલવાડા, કોટા, ઉદયપુર, અલવર, જયપુર, જોધપુર, પાલી, ધૌલપુર, સીકર, બીકાનેર અને અજમેર.

ઓરિસ્સા સરકારે શુક્રવારે સાંજે વેક્સીનના 1.5 લાખ ડોઝનું કંસાઈનમેન્ટ મળ્યા બાદ એટલે કે 1લી મેથી 18+ માટે રસીકરણ શરૂ કરવાની ઘોષણા કરી છે.

છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે કહ્યું કે, રાજ્યને શનિવારે બપોરે વેક્સીનના 1.5 લાખ ડોઝ મળશે. અમે રસીકરણ કાર્યક્રમમાં વિલંબ ના કરવાનો ફેસલો લીધો છે અને આજથી બપોરેથી જ રસીકરણ શરૂ કરી દેવાશે. વેક્સીન સ્ટૉકમાં આવ્યા બાદ રસીકરણ ચાલુ રહેશે.

SCએ કેન્દ્રને કર્યો સવાલ- કોરોના વેક્સિનની કિંમતમાં આટલો તફાવત કેમ?SCએ કેન્દ્રને કર્યો સવાલ- કોરોના વેક્સિનની કિંમતમાં આટલો તફાવત કેમ?

English summary
vaccination to 18+ will start from today in these states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X