ગોવા: નગર પરિષદે હટાવી શિવાજી મહારાજની મૂર્તિ, લડાઈની આશંકા

Posted By:
Subscribe to Oneindia News

ગોવાની વાલપોઇ નગર પરિષદે હાથવાડા જંક્શનથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા છેલ્લા ગુરુવારે વિવાદને કારણે હટાવી દીધી. વાલપોઇ માં મૂર્તિ હટાવતા પહેલા મોટી સંખ્યામાં પોલીસ સુરક્ષા રાખવામાં આવી હતી. ત્યાં જ વિસ્તારોમાં ધારા 144 પણ લગાવી દેવામાં આવી હતી. ચીફ ઓફિસર સિન્થિયા મેક્સવેટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા હટાવવાનો નિર્ણય નગર પરિષદની બેઠકમાં લેવામાં આવ્યો છે. તેમને જણાવ્યું કે મૂર્તિને નગર નિગમ પરિષદ ની પરવાનગી વિના સરકારી જમીન પર લગાવવામાં આવી હતી.

goa

આ દરમિયાન તાલુકાના શિવ પ્રેમી મોરચા ઘ્વારા વાલપોઇ નગર પરિષદ ઘ્વારા લેવામાં આવેલા નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સંગઠન ઘ્વારા માંગ કરવામાં આવી છે કે મૂર્તિ ફરીથી તેની મૂળ જગ્યા પર લગાવી દેવામાં આવે. જો નગર પરિષદ એવું નહીં કરે તો તેઓ વિરોધ પ્રદર્શન શરૂ કરશે. સતારી શિવ પ્રેમી ઘ્વારા એક ગુપ્ત બેઠક પણ આયોજિત કરવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે જો નગર પરિષદ શિવાજી મહારાજની પ્રતિમા તેની જગ્યા પર નહીં લગાવે તો બંધનું આયોજન કરવામાં આવશે.

એટલું જ નહીં પરંતુ શિવ પ્રેમી મોરચા ઘ્વારા વાલપોઇ નગર પરિષદના મુખ્ય અધિકારી વિરુદ્ધ ખોટી રીતે મૂર્તિ હટાવવા માટે રિપોર્ટ પણ નોંધાવવામાં આવી છે. મોરચા ના સદસ્ય ગોરીસ ગવાસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે શિવાજી મહારાજની મૂર્તિ હટાવીને વાલપોઇ નગર પરિષદે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. તેમને શિવાજી મહારાજની મૂર્તિ તેની જગ્યા પર લગાવવા માટે માંગ કરી છે નહીં તો હિંસા ફેલાઈ જશે.

એક અન્ય શિવ પ્રેમી વિશ્વરાજ સાવંત ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણ હજાર લોકોની હાજરીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા લગાવવામાં આવી હતી. પરંતુ નગર પરિષદે ખાલી એક મિનિટમાં તેને હટાવી દીધી. આ કાર્યવાહી સારી નથી. અમે નગર પરિષદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરીશુ.

English summary
Valpoi Municipal council has removed the statue of shivaji maharaj in goa

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.