જાહેરમાં શૌચ કરનારાનો લોટો ચોરી કરી રહી "વાનર સેના"
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જાહેરમાં શૌચ કરતા લોકોને જ્યાં એક તરફ ઘરમાં શૌચલય બનાવવા માટે મનાવવામાં આવી રહ્યા છે. ત્યારે બુંદેલખંડના બાળકોએ સ્વચ્છ ભારત અભિયાનની આ યોજને સફળ બનવવા માટે કંઇક અલગ જ પેંતરો અજમાવ્યો છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 250 સ્કૂલના બાળકોએ જાહેરમાં શૌચ કરતા લોકોને પાઠ ભણાવવા માટે એક અલગ જ રીત અપનાવી છે.
બુંદેલખંડના આ બાળકો હવે વાનર સેના નામે જાણીતા થઇ ગયા છે. અને આ બાળકોની ટોળકી સાગર જિલ્લામાં સક્રિય છે. 6 થી 16 વર્ષના બાળકો દર રવિવારે સવારે ઘરેથી નીકળીને જાહેરના શૌચ કરતા લોકોના પાણી ભરેલા ડબ્બા અને લોટા ચોરાવીને ભાગી જાય છે.
નગર નિગમના કમિશ્નર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે જણાવ્યું કે સાગર વિસ્તારના 22 નગર નિગમ વોર્ડનું આ અભિયાન સફળ રહ્યું તો તેને જાહેરમાં શૌચ મુક્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવશે. વધુમાં લોકો કહ્યું કે મોટા ભાગના લોકો શરમના માર્યા ભાગી જાય છે. પણ તેમ છતાં કેટલાક લોકો સહયોગ આપવા તૈયાર નથી.