For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વારાણસી: મહિલા સાથે રેપના આરોપ પર ભાજપા નેતાની ધરપકડ

ઉત્તરપ્રદેશમાં વધુ એક ભારતીય જનતા પાર્ટીના નેતા પર બળાત્કારનો આરોપ લાગ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશમાં વધુ એક ભારતીય જનતા પાર્ટીના નેતા પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. વારાણસીમાં ભાજપા નેતા કન્હૈયા લાલ મિશ્રા પર એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે ભાજપા નેતાએ તેને લોજમાં નોકરીની વાત કરવા માટે કોઈ મહિલા સરકારી અધિકારી સાથે મિટિંગ કરવાને બહાને બોલાવી અને ત્યાં તેની સાથે દુરાચાર કર્યો. આરોપી નેતા ભદ્રોહી ના પૂર્વ બીજેપી અધ્યક્ષ છે.

varanasi

પોલીસ અનુસાર 32 વર્ષની મહિલાએ આરોપ લગાવ્યો છે કે ભાજપા નેતાએ તેને લોજમાં નોકરીની વાત કરવા માટે કોઈ મહિલા સરકારી અધિકારી સાથે મિટિંગ કરવાને બહાને બોલાવી. પીડિતા કન્હૈયા લાલ મિશ્રા સાથે પરિચિત હતી અને કેટલાક મહિનાથી ફોન પર વાતચીત પણ થતી હતી. એટલા માટે લોજમાં જવા માટે તે તૈયાર થઇ ગયી.

પોલીસે જણાવ્યું કે મહિલાએ આરોપ લગાવ્યો છે કે જયારે તે રૂમમાં દાખલ થયી ત્યારે 50 વર્ષીય કન્હૈયા લાલ મિશ્રાએ તેનું યૌન ઉત્પીડન કર્યું. મહિલાએ તેનો વિરોધ કર્યો અને એક એલાર્મ વગાડ્યો. જેને કારણે બીજા લોકોનું તેના તરફ ધ્યાન ગયું. ત્યારપછી મહિલાએ પોલીસને તત્કાલ નંબર પર સૂચના આપી અને બાકીઓ ઘ્વારા સિગરા ચોકી પર ફોન કરવામાં આવ્યો.

સિગરા પોલીસ ચોકી ઇન્સ્પેક્ટર સતીશ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલા ઘ્વારા ફરિયાદ કર્યા પછી આઇપીસી ધારામાં ભાજપા નેતા કન્હૈયા લાલ મિશ્રા વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. તેની સાથે સાથે ભાજપા નેતા કન્હૈયા લાલ મિશ્રાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જયારે મહિલાને મેડિકલ જાંચ માટે મોકલી આપવામાં આવી છે.

English summary
Varanasi BJP leader arrested for allegedly raping a woman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X