For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૃતકને દફનાવવા કબર ખોદી, મસાણમાંથી નીકળ્યો ખજાનો

મૃતકને દફનાવવા ખોદવામાં આવેલી કબરમાંથી નીકળ્યો કીમતી ખજાનો

|
Google Oneindia Gujarati News

વારાણસીમાં કબર ખોદતી વખતે સોના-ચાંદીથી ભરેલું એક માટલું મળી આવ્યું છે. અહીં મૃતકને દફન કરવા જેવા લોકો જમીનમાં ખાડો ખોદવા લાગ્યા કે તેમાંથી માટીનું એક માટલું મળી આવ્યું. માટલામાંથી સોના-ચાંદીના એક-બે નહીં પણ પુરા 42 સિક્કા નીકળ્યા. જોતજોતામાં આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને મસાણમાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા, બાદમાં 100 નંબરમાં ફોન કરી લોકોએ ઘટના અંગે જાણકારી આપી હતી. આ પણ વાંચો- Video : દિલ્હીના ગુટકા માલિકના લોકરથી મળ્યા 61 કરોડનો ખજાનો

વારાણસીનો મામલો

વારાણસીનો મામલો

વારાણસીના સિગરા પોીસ સ્ટેશન ક્ષેત્ર અંતર્ગત આવતા ફાતમાન મસાણની આ ઘટના છે જ્યાં મૃતકને દફનાવવા માટે કબર ખોદવામાં આવી રહી હતી. દરમિયાન જમીનમાંથી નીકળેલ માટલાંમાંથી ચાંદીના સિક્કા મળ્યા હતા. આ સિક્કા 18મી અને 19મી સદીના છે. જણાવી દઈએ કે આ મસાણ બહુ જૂનું છે, આ મસાણમાં જ ઉમરાવ જાન, ટીપૂ સુલ્તાનના દીકરા અને ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંની કબર છે.

200 વર્ષ જૂનું છે મસાણ

200 વર્ષ જૂનું છે મસાણ

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મસાણ 200 વર્ષ જૂનું છે. લોકોએ એમપણ જણાવ્યું કે આવું પહેલી વાર થયું જ્યારે મસાણમાંથી ચાંદીના સિક્કા નીકળ્યા હોય. આ મામલે એક સ્થાનિક યુવકે જણાવ્યું કે અસલમ ખાન નામના યુવકનું નિધન થયું હતું ત્યારે તેના મૃતદેહને દફનાવવાની વિધિ કરવામાં આવી રહી હતી દરમિયાન જમીનમાંથી 42 જેટલા સિક્કા નીકળી આવ્યા.

પુરાતત્વ વિભાગે સિક્કાને કબ્જામાં લીધા

પુરાતત્વ વિભાગે સિક્કાને કબ્જામાં લીધા

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તમામ સિક્કા પર કબ્જો જમાવી લીધો છે, જેને કાલે ટ્રેજરીમાં જમા કરાવી દેવામાં આવશે. સ્થાનિક મો સલીમે જણાવ્યું કે આ મસાણ 250-300 વર્ષ જૂનું છે. જ્યાં કબર ખોદતી વખતે 150 વર્ષ જૂના સિક્કા મળ્યા હતા.

English summary
varanasi people found pot filled with 42 silver coins
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X