For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરુણ ગાંધીએ છેલ્લા 9 વર્ષથી પોતાની સેલેરી નથી લીધી

ભારતીય રાજકારણમાં વરુણ ગાંધી એક માત્ર એમપી છે, જેમણે છેલ્લા 9 વર્ષથી પગાર લીધો નથી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય રાજકારણમાં વરુણ ગાંધી એક માત્ર એમપી છે, જેમણે છેલ્લા 9 વર્ષથી પગાર લીધો નથી. તેમણે પોતાનો પગાર તો નથી જ લીધો પરંતુ તેની સાથે સાથે તેમના દેશના સમૃદ્ધ સાંસદોને ગરીબો માટેના પગાર છોડી દેવા કહ્યું. વરુણ ગાંધી ગરીબો અને જરૂરિયાતમંદોને છેલ્લા 9 વર્ષથી સાંસદ તરીકે વેતનનું વિતરણ કરી રહ્યા છે.

રાજકારણ પૈસા બનાવવાનો માર્ગ નથી

રાજકારણ પૈસા બનાવવાનો માર્ગ નથી

વરુણ ગાંધી સુલ્તાનપુરથી સાંસદ છે. તેમણે ઘણી વખત કહ્યું છે કે રાજકારણ પૈસા બનાવવાનો એક માર્ગ નથી, પરંતુ રાજકારણ સેવા આપવાની રીત છે. તેઓ માને છે કે મોટી સેવા અહીંથી થઈ શકે છે. તેઓ માત્ર આ વસ્તુઓ કહેતા નહોતા પણ તેને અમલમાં મૂક્યા. તેમણે છેલ્લા 9 વર્ષથી પગાર ગરીબ અને જરૂરિયાતમંદોને આપ્યો છે.

ત્રણ મહિનાનો પગાર આપીને મદદ

ત્રણ મહિનાનો પગાર આપીને મદદ

રામજી ગુપ્તા નામના એક વ્યક્તિએ વરુણ ગાંધી પાસેથી મદદ મેળવીને સોશિયલ મીડિયા પર આ બાબત શેર કરી. રામજી ગુપ્તાએ લખ્યું હતું કે વરુણે તેમને તેમના ત્રણ મહિનાના પગારમાંથી 2.50 લાખ રૂપિયાની મદદ કરી છે. રામજીએ પોતે ફેસબુક પર આ બાબત જણાવીને કહ્યું કે મારા પિતા કેન્સર સામે લડી રહ્યા છે તેવામાં વરૂણ ભૈયા (સાંસદ વરુણ ગાંધી) લાખો રૂપિયાની મદદ કરી છે. વરુણ ગાંધીને હું ખૂબ આભાર માનું છું

28 ગરીબોને પોતાના પગારથી ઘર આપી ચુક્યા છે

28 ગરીબોને પોતાના પગારથી ઘર આપી ચુક્યા છે

આપણે જણાવી દઈએ કે સાંસદ વરુણ ગાંધી માટે આ કોઈ નવી વાત નથી. ગરીબીની મદદ કરવા માટે પોતાના વધતા પગલાં માટે તેઓ પોતાની માતાનો આભાર માને છે. તેઓ સમય સમય પર પોતાના સંસદીય ક્ષેત્રમાં આવતા જતા રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેમને પોતાના પગાર માંથી 28 ગરીબો માટે ઘર બનાવ્યું છે, તેમાંથી દરેક મકાનની કિંમત 1 લાખ રૂપિયા છે. ગરીબોની મદદ માટે તેમને ડીએમ ઓફિસ પાસે એક ઓફિસ પણ બનાવી રાખી છે. અહીં તેમના પ્રતિનિધિ દયારામ અટલ 10 થી 5 બેસે છે. અહીં દરેક લોકોને કોઈ પણ ભેદભાવ વિના મદદ કરવામાં આવે છે.

English summary
Varun Gandhi did not take his salaries 9 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X