For Quick Alerts
For Daily Alerts
આ વર્ષે ચુંટણી કરાવી શકે છે કોંગ્રેસ: વેંકૈયા નાયડુ
ચેન્નઇ, 10 ફેબ્રુઆરી: ભાજપના વરિષ્ઠ નેતા એમ વેંકૈયા નાયડુએ શનિવારે કહ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્વવાળી આ વર્ષે સંસદના ચોમાસુ સત્ર બાદ લોકસભાની ચુંટણી કરાવવાની સંભાવના પર વિચાર કરી શકે છે.
વેંકૈયા નાયડુએ સંવાદદાતાઓને કહ્યું હતું કે 'અમારી પાસે એવા સમાચાર છે કે કોંગ્રેસ સમય પહેલાં લોકસભાની ચુંટણી કરાવવા માટે વિચાર કરી રહી છે અને શક્ય છે કે ચોમાસુ સત્રના અંતમાં 2013માં ચુંટણી કરાવી શકે છે. અમારી પાસે વિશ્વનિય સમાચાર છે.
તેમને આ સંદર્ભમાં સબસિડી આધારિત ઘરેલુ રાંઘણગેસની સંખ્યા છ થી વધારીને નવ કરવાની, આધાર કાર્ડની વહેંચણી અને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર યોજના અંગેના યુપીએ સરકારના તાજેતરના નિર્ણયોનો હવાલો આપ્યો હતો.
ભાજપના નેતાએ કહ્યું હતું કે યુપીએ સરકાર અત્યારે દરેક મોરચા પર નિષ્ફળ રહી છે. માટે 2013માં હોય કે 2014માં કોંગ્રેસનો પરાજય શથે. વેંકૈયા નાયડુએએ કહ્યું હતું કે દેશની જનતા સમક્ષ ભાજપ એકમાત્ર વિકલ્પ છે. તેમને ત્રીજા મોરચાને મૃગ મરીચિકા ગણાવ્યો હતો.