For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠંડીથી ઠુઠવાયુ ઉત્તર ભારત, ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી, મુસાફરો મુશ્કેલીમાં

દેશની રાજધાની દિલ્લી સહિત હાલમાં સમગ્ર ઉત્તર ભારત હાડ થીજાવી દેતી ઠંડીની ચપેટમાં છે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્લી સહિત હાલમાં સમગ્ર ઉત્તર ભારત હાડ થીજાવી દેતી ઠંડીની ચપેટમાં છે. ઉપરથી આવી રહેલી શીત લહેરે શરદીમાં વધારો કરી દીધો છે. ધુમ્મસ અને શીત લહેરે ઉત્તર ભારતને પોતાની ચપેટમાં લઈ લીધુ છે. જમ્મુ કાશ્મીરના કારગિલમાં લઘુત્તમ તાપમાન માઈનસ 14.2 તો લેહમાં માઈનસ 10 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે.

શીત લહેરનો પ્રકોપ

શીત લહેરનો પ્રકોપ

શીત લહેરના કારણે દાલ લેક, જળાશય સહિત અમુક રહેણાંક વિસ્તારોમાં પાણી આવતી પાઈપોમાં પાણી થીજી ગયુ છે. આવનારા દિવસોમાં પારો હજુ વધુ નીચે જવાની આશંકા છે. શરદી વધવા સાથે દિલ્લીમાં ધુમ્મસ પણ શરૂ થઈ ગયુ છે જેની અસર વાહન વ્યવહાર પર પડી રહી છે.

ઘણી ટ્રેનો પોતાના નિયત સમયથી મોડી ચાલી રહી છે...

ઘણી ટ્રેનો પોતાના નિયત સમયથી મોડી ચાલી રહી છે...

ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી ઘણી મોડી ચાલી રહી છે તો વિમાન પણ પોતાના યોગ્ય સમયે ઉડી નથી શકતા. મંગળવારે દિલ્લી રૂટની એક ડઝનથી વધુ ટ્રેનો બેથી છ કલાક મોડી ચાલી રહી હતી. રેલવેએ પહેલેથી જ 48 ટ્રેનોને રદ કરી દીધી છે તો વળી કાલે દિલ્લી એરપોર્ટ પર પાંચ ફ્લાઈટોને ડાયવર્ટ કરી દેવામાં આવી હતી.

તાપમાનમાં ઝડપથી ઘટાડો

તાપમાનમાં ઝડપથી ઘટાડો

ઉત્તર પ્રદેશના પશ્ચિમી જિલ્લી મેરઠ, મુરાદાબાદ, ગાઝિયાબાદ, નોઈડા, ગજરૌવા, હાપુડ, રામપુર, બરેલી વગેરે જિલ્લાઓમાં ધુમ્મસની માર લોકોએ સહન કરવી પડી રહી છે. ઉત્તર ભારતમાં વાહન ચાલક ગાડીઓની હેડલાઈન ચાલુ રાખીને રસ્તા પર ગાડી ચલાવી રહ્યા છે. ધુમ્મસના કારણે રસ્તા પર વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે કે જે આવનારા સમયમાં પણ ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ Bank Strike: દેશભરમાં આજે બેંક કર્મચારીઓની હડતાળઆ પણ વાંચોઃ Bank Strike: દેશભરમાં આજે બેંક કર્મચારીઓની હડતાળ

English summary
Very Chilled Morning in North India, Several trains in Ambala division delayed due to fog
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X