આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, ગુજરાતમાં હીટ વેવ
કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલ ભારતને હવે હવામાનની માર ઝેલવી પડી શકે છે. સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, મેઘાલયમાં પણ વરસાદ થઈ શકે છે જ્યારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં વરસાદ થવા કે કે ધૂળ ભરેલી આંધી આવવાની સંભાવના છે. એટલુ જ નિહ સ્કાઈમેટે એ પણ કહ્યુ છે કે કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને વિદર્ભમાં ક્યાંક ક્યાંક ગરજ સાથે વરસાદ પડી શકે છે. વળી, ગુજરાતમાં હીટવેવની સ્થિતિ ચાલુ છે.

દિલ્લી-એનસીઆરમાં ગરમીનો કહેર યથાવત
જ્યારે દિલ્લી-એનસીઆરમાં ગરમીનો કહેર યથાવત છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી શુક્રવારે હવામાનમાં ફેરફાર થઈ શકે છે. ક્યાંય ક્યાંક હળવો વરસાદ થવાની સંભાવના છે. પ્રાદેશિક હવામાન પૂર્વાનુમાન કેન્દ્ર, દિલ્લીના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યુ કે 18 અને 19ના રોજ ફરીથી ખૂબ ગરમી પડશે પરંતુ 19ની સાંજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ફરીથી જોવા મળશે. આના કારણે 19ની રાત અને 20મીએ આખો દિવસ વરસાદ થવાની સંભાવના રહેશે.

દિલ્લીનો પડ્યો પારો
21 એપ્રિલથી હવામાન ફરીથી ગરમ થવા લાગશે અને તાપમાન પણ વધવા લાગશે, જ્યારે બુધવારે દિલ્લીના લગભગ બધા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયુ. ગયા વર્ષ તરફ જોઈએ તો 15 એપ્રિલે આટલુ વધુ તાપમાન 2011 બાદ ક્યારેય નથી રહ્યુ. વળી, રાજસ્થાને ડસ્ટ સ્ટ્રોમ ઝેલવુ પડશે. વળી, તમને જી દઈએ કે છેલ્લા 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડના અમુકભાગો, ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, બિહાર અને કેરળમાં પ્રી-મોન્સુન વરસાદ નોંધવામાં આવ્યો છે.

દેશમાં સામાન્ય રહેશે ચોમાસુ
વળી, હવામાન વિભાગે આ વર્ષે ચોમાસા વિશે માહિતી આપતા જણાવ્યુ કે આ વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ માધવન રાજીવને માહિતી આપતા કહ્યુ કે ઔમૉડલ એરરને ધ્યાનમાં રાખતા ચોમાસામાં 5 ટકો ઘટાડો કે 5 ટકાનો વધારો થઈ શકે છે. પૂર્વાનુમાન મુજબ 2020 દરમિયાન ચોમાસુ સામાન્ય રહેશે અને આના 100 ટકા સરારાશ રહેવાનુ અનુમાન છે. ખાસ વાત એ છે કે આ વિશે હવામાનના પૂર્વાનુમાનને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જારી કરવામાં આવ્યો.

શું હોય છે ડસ્ટ સ્ટૉર્મ
ડસ્ટ સ્ટૉર્મ સૂકા હવામાન અને અર્ધ સૂકા વિસાતરોમાં એક હવામાન સંબંધી ઈમરજન્સી છે જેમાં ધૂળના બહુ મોટા તોફાન ઉઠે છે, આ ધૂળના તોફાન ત્યારે ઉઠે છે જ્યારે ઝડપી પવન, સૂકી સપાટીમાં ઢીલી રેત અને ગંદકીને ઉડાવે છે. આ પ્રક્રિયા માટીને એક સ્થળેથી લઈ જાય છે અને બીજી જગ્યાએ જમા કરે છે. શહેરી વિસ્તારોમાં ડસ્ટ સ્ટૉર્મ થવાની સંભાવના વધુ હોય છે. ખાસ કરીને જ્યારે ધૂળનુ તોફાન શહેરી વિસ્તારને પ્રભાવિત કરે છે.
આ પણ વાંચોઃ દેશમાં વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ, કુલ સંખ્યા થઈ 12,380