For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણીતા શાસ્ત્રીય ગાયિકા ગિરિજા દેવીનું 88 ઉંમરે નિધન

ઠુમરી ક્વીન નામે જાણીતા ગિરિજા દેવીનું 88 વર્ષની ઉંમરે કોલકત્તામાં નિધન થયું છે. આ સાથે જ સંગીત જગતે તેની જાણીતી ગાયિકા ગુમાવી છે. જાણો કોણ હતા ગિરિજા દેવી અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

કોલકત્તામાં હદય રોગના હુમલાના કારણે જાણીતા શાસ્ત્રીય ગાયિકા ગિરિજા દેવીનું નિધન થયું છે. મંગળવારે મોડી રાતે 88 વર્ષની ઉંમરે તેમનું નિધન થતા તેમના પરિવારજનો શોકગ્રસ્ત થયા છે. ઠુમરી ક્વીનના હુલામણા નામે ગિરિજા દેવીને ઓળખવામાં આવતા હતા. તેમની મોત કોલકત્તાના બિરલા નર્સિંગ હોમ ખાતે રાતે લગભગ 8.55 પર થઇ હતી. તમને જણાવી દઇએ કે ઠુમરી ગાયિકા ગિરિજા દેવી ખાલી ભારતમાં જ વિશ્વભરમાં પ્રખ્યાત હતી. તેમને ઠુમલીની રાણી કહેવામાં આવતું હતું. અને તે જ્યારે ગાતી ત્યારે સાક્ષાતમાં સરસ્વતીનું વરદાન તેમને મળ્યું હોય તેટલો અદ્ધભૂત અવાજ તેમનો લાગતો હતો.

Girija Devi

ગિરિજા દેવીએ વર્ષ 1949માં ઇલ્હાબાદથી ઓલ ઇન્ડિયા રેડિયોથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ગિરિજા દેવીને પદ્મ ભૂષણના સન્માનથી પણ વર્ષ 2016માં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સંગીત નાટક એકેડમી એવોર્ડ અને સંગીત નાટક એકેડમી ફેલોશિપ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે તેમના નિધનથી સંગીત જગતે તેની એક અદ્ઘભૂત ગાયિકા ગુમાવી છે.

English summary
veteran classical singer girija devi passes away kolkata due to cardiac arrest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X