For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારને VHPનું અલ્ટીમેટમ, ઓગસ્ટ સુધીમાં રામમંદિર વિવાદ ઉકેલો

વિશ્વ હિંદુ પરિષ્દે ફરીથી એકવાર અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દા અંગે સરકાર પર દબાણ કરવાનું શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વ હિંદુ પરિષ્દે ફરીથી એકવાર અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દા અંગે સરકાર પર દબાણ કરવાનું શરૂ કરી દીધુ છે. વિહિપે સરકારને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે ઓગસ્ટ, 2018 સુધીનો સમય આપ્યો છે. જો આનો કોઈ ઉકેલ નહિ નીકળે તો વિહિપ આને મોટા નેતાઓ સામે લઈ જશે જેમાં સંગઠનના શક્તિશાળી પદાધિકારીઓ સાથે સાધુ-સંતો પણ શામેલ હશે. તમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટે શુક્રવારે આ મામલે સુનાવણીની આગામી તારીખ 13 જુલાઈ નક્કી કરી છે.

ayodhya

વિહિપના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યુ કે મામલાની રોજિંદી સુનાવણી દ્વારા ઉકેલ લાવવો જોઈએ. અલાહાબાદ હાઈ કોર્ટે પહેલા જ ચૂકાદો સંભળાવ્યો હતો કે મંદિરને તોડી નાખ્યા બાદ જ તે જગ્યાએ મસ્જિદ બનાવવામાં આવી હતી. જો કોઈ એમ કહે કે ચૂંટણી નજીક હોવાના કારણે આ મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યો છે તો તે વિહિપ પર નહિ સુપ્રિમ કોર્ટ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

સુરેન્દ્ર જૈને કહ્યુ કે પુરાતત્વ સર્વેક્ષણના અધિકારી કે. કે. મોહમ્મદે વારંવાર કહ્યુ હતુ કે તથાકથિત ધર્મનિરપેક્ષ લોકોએ જાણીજોઈને આ મામલે મોડુ કર્યુ જેને બહુ પહેલા ઉકેલી શકાતુ હતુ. જૈને કહ્યુ કે, "આ મામલે પહેલા જ મોડુ થઈ ગયુ છે, અમે ઘણા લાંબા સમયથી રામ મંદિર માટે લડી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે, એટલા માટે હવે વધુ કોઈ રાહ નહિ જોઈ શકીએ." જૈને કહ્યુ કે વિહિપને પૂરો વિશ્વાસ છે કે કોર્ટ જલ્દી આ મામલે ચૂકાદો સંભળાવશે. સુબ્રમણ્યમ સ્વામી સહિત ઘણા લોકોના હસ્તક્ષેપને સુપ્રિમ કોર્ટ પહેલા જ નકારી ચૂક્યુ છે. જૈને કહ્યુ કે વિહિપ કોઈ નિર્ણય નહિ આવવાની સ્થિતિમાં આગળનુ પગલુ લેશે. આ મામલાને ચૂંટણી સાથે જોડવાની જરૂર નથી કે તેને રાજકારણ સાથે પણ જોડવાની જરૂર નથી. અમે પ્રશાસનને સહયોગ આપી રહ્યા છે. જ્યારે એક ભાજપ નેતાએ કહ્યુ કે મુસ્લિમ પણ ઈચ્છે છે કે મામલો જલ્દી ઉકેલવામાં આવે. મોટાભાગના મુસ્લિમ રામ મંદિરના નિર્માણ પર રાજી છે.

English summary
VHP fixes deadline for the government for building Ram Temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X