For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર નિર્માણ માટે રામલીલા મેદાન પર વિહિપનો હુંકાર

રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દૂ પરિષદે પોતાના પ્રત્યનો વધારી દીધા છે. શીતકાલીન સત્ર પહેલા ફરી એકવાર વિહિપે સરકાર પર દબાણ લાવવા માટે એક વિશાળ રેલીનું આયોજન કર્યું છે.

|
Google Oneindia Gujarati News

રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દૂ પરિષદે પોતાના પ્રત્યનો વધારી દીધા છે. શીતકાલીન સત્ર પહેલા ફરી એકવાર વિહિપે સરકાર પર દબાણ લાવવા માટે એક વિશાળ રેલીનું આયોજન કર્યું છે. આ રેલી મુખ્ય રૂપે રામ મંદિર નિર્માણ માટે છે. વિહિત ઈચ્છે છે કે સરકાર રામ મંદિર નિર્માણ માટે અધ્યાદેશ લઈને આવે. વિહિત આ વાતને લઈને નિશ્ચિત છે કે સરકાર આ વખતના શીતકાલીન સત્રમાં રામ મંદિર નિર્માણ માટે અધ્યાદેશ લાવશે. પરંતુ ધ્યાન આપવા જેવી બાબત છે કે ભાજપા અધ્યક્ષ અમિત શાહે આ બાબતે કોઈ પણ સંભાવના નકારી નાખી છે.

ram mandir

વિહિત પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું કે ધર્મ સંસદનું આયોજન સોમવારે રામલીલા મેદાનમાં કરવામાં આવશે અને તેને આરએસએસ કાર્યકારી અધ્યક્ષ સુરેશ ભૈયાજી સંબોધિત કરશે. તેમને કહ્યું કે રેલીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થશે, તેવામાં જે લોકો રામ મંદિર નિર્માણના પક્ષમાં નથી તેમનું હૃદય પરિવર્તન થઇ જશે. જો શીતકાલીન સત્રમાં રામ મંદિર નિર્માણ માટે કોઈ અધ્યાદેશ નહીં લાવવામાં આવ્યો તો વિહિપ ભવિષ્યની યોજનાઓ પર પણ વિચાર કરી શકે છે.

આ પણ વાંચો: રામલલ્લાનો વનવાસ ખતમ, જલ્દી બનશે રામ મંદિરઃ રાજનાથ સિંહ

જો સરકાર આ વખતે શીતકાલીન સત્રમાં મંદિર નિર્માણ માટે અધ્યાદેશ નહીં લાવે તો આવનારી ધર્મ સંસદમાં ભવિષ્યની યોજનાઓ વિચાર કરવામાં આવશે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આવનારી ધર્મ સંસદ 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે પ્રયાગરાજમાં મહાકુંભ વચ્ચે થશે. જનરલ સેકેટરી સુરેન્દ્ર જૈન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમમાં વિહિપ અધ્યક્ષ સદાશિવ કોકજે આલોક કુમાર પણ હાજર રહેશે. આ રેલીને સફળ બનાવવા માટે વિહિપના સદસ્ય દિલ્હીમાં ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: જો રામ મંદિર નહીં બન્યું તો લોકોનો ભાજપથી વિશ્વાસ ઉઠી જશે

English summary
VHP mega rally in Delhi Ramlila Maidan for Ram Temple Construction in Ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X