For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VHPની પંચ કોશી પરિક્રમાનો આજથી પ્રારંભ, UPમાં હાઇ એલર્ટ

|
Google Oneindia Gujarati News

લખનૌ, 23 સપ્ટેમ્બર : વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ની પંચ કોશી પરિક્રમા આજથી શરૂ થઇ રહી છે. જેના પગલે સમગ્ર ઉત્તર પ્રદેશમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિહિપે જણાવ્યું હતું કે તેની 84 કોશી પરિક્રમા પૂરી થા બાદ તે સોમવાર 23 સપ્ટેમ્બરથી પંચ કોશી પરિક્રમા શરૂ કરશે.

બીજી તરફ વિહિપના કાર્યકરોને પંચ કોશી પરિક્રમા યાત્રા કરતા રોકવા માટે સમગ્ર ફૈઝાબાદમાં રવિવારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ અંગે ફૈઝાબાદના જિલ્લા અધિકારીએ વિપિન કુમાર દ્વિવેદીએ જણાવ્યું હતું કે ભક્તોને દૈનિક પૂજા પાઠ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ જળવાય તે માટે માત્ર યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

vhp-logo

આ મુદ્દે વિહિપના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ચંપત રાયે જણાવ્યું કે દક્ષિણ ભારતના કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેસના અંદાજે એક ડઝન સંત અને શ્રધ્ધાળુઓ વીસ દિવસ સુધી ચાલનારી પંચ કોશી પરિક્રમા યાત્રામાં ભાગ લેવાના છે. આ યાત્રા વિજયા દશમીના દિવસે પૂરી થશે.

English summary
VHP's Panch Kosi Parikrama starts today, UP on high alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X