For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા વિવાદ પર રણનીતિ બનાવવા VHP એ બેઠક બોલાવી

રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ સાથે જોડાયેલા એક મામલામાં આજે સુપ્રીમકોર્ટે એક અગત્યનો નિર્ણય આપ્યો.

|
Google Oneindia Gujarati News

રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ સાથે જોડાયેલા એક મામલામાં આજે સુપ્રીમકોર્ટે એક અગત્યનો નિર્ણય આપ્યો. સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ ધાર્મિક સ્થળનું અધિગ્રહણ થઇ શકે છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મસ્જિદમાં નમાજનો મામલો સંવિધાનિક પીઠને નહીં મોકલવામાં આવે. આ મામલે સુપ્રીમકોર્ટે મુસ્લિમ પક્ષની માંગને ફગાવી દીધી. આ નિર્ણય આવ્યા પછી વિશ્વ હિન્દૂ પરિષદ ઘ્વારા આગળની રણનીતિ બનાવવા માટે 5 ઓક્ટોબરે બેઠક બોલાવી છે.

vhp

રામ જન્મભૂમિ મામલે જોડાયેલા સાધુ સંતોની ઉચ્ચધિકાર સમિતિની બેઠક 5 ઓક્ટોબરે દિલ્હીમાં આવેલા વિશ્વ હિન્દૂ પરિષદના મુખ્યાલયમાં બોલાવવામાં આવી છે. આ મામલે જોડાયેલા બધા જ સાધુ સંતો બેઠકમાં જોડાશે અને આગળની રણનીતિ પર ચર્ચા કરશે.

આ પણ વાંચો: મસ્જિદમાં નમાજનો મામલો સંવૈધાનિક ખંડપીઠને નહિ મોકલાયઃ સુપ્રીમ કોર્ટ

વીએચપી સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે 30-35 સંતો આ બેઠકમાં શામિલ થશે. તેની સાથે સાથે વિહિપ અને આરએસએસ પદાધિકારીઓ પણ બેઠકનો ભાગ હશે. તેઓ અયોધ્યા મામલે આગળની રણનીતિ નક્કી કરશે કે આખરે આગળ શુ કરવાનું છે. આ બેઠકમાં ત્રણ મુદ્દાઓ પર ચર્ચા થશે, જેમાં સુપ્રીમકોર્ટ ઘ્વારા મામલાનો ઉકેલ, સંસદ ઘ્વારા કાનૂન બનાવીને આ મામલે ઉકેલ કાઢવો અને રામ મંદિરના નિર્માણ માટે નવું આંદોલન ચાલુ કરવું.

English summary
VHP to work on the next strategy in a high-powered committee meeting on October 5
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X