For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ખેડૂતનું ઘર બન્યું નાગલોક, ઘરમાંથી નીકળ્યા 111 કોબ્રા સાપ

સાપ વિશે વિચારીને જ આપણે બીક લાગે છે અને જયારે તે સાપ કોબ્રા હોય તો કંપારી છૂટી જાય છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સાપ વિશે વિચારીને જ આપણે બીક લાગે છે અને જયારે તે સાપ કોબ્રા હોય તો કંપારી છૂટી જાય છે. સાપ વિશે વિચારીને જ આપણી હાલત ખરાબ થઇ જાય છે તો જરો વિચારો કે તે ખેડૂતની હાલત કેવી હશે જેના ઘરમાંથી 111 કોબ્રા સાપ નીકળ્યા છે. આ ઘટના બિલકુલ સાચી છે. આ મામલો ઓડિશાના ભદ્રક જિલ્લાના શયામપુર ગામનો છે. જ્યાં એક ખેડૂતના ઘરમાંથી 111 કોબ્રા સાપ નીક્ળ્યા છે. શુક્રવારે ઓડિશામાં આ ખેડૂતના ઘરમાંથી 111 કોબ્રા સાપના બચ્ચાં કાઢવામાં આવ્યા. ખેડૂત પરિવારનું ઘર નાગલોક બન્યું હતું અને તેની તેમને કોઈ જાણ પણ ના હતી.

cobra

ખેડૂતના કાચા ઘરમાં નાગના 111 બચ્ચાં, ત્રણ નાગ અને નાગિન અને તેમના 20 ઈંડા સ્નેક હેલ્પલાઇન અધિકારીઓ ઘ્વારા પકડવામાં આવ્યા છે. ખેડૂત વિજય ભુઇયાની દીકરીએ શુક્રવારે રાત્રે એક સાપને મારી નાખ્યો. ઘરમાં સાપને જોઈને પરિવારે તરત તેની સૂચના સ્નેક હેલ્પલાઇનને આપી. ત્યારપછી સાપ પકડવા માટે સ્નેક હેલ્પલાઇન અધિકારીઓ ત્યાં પહોંચી ગયા. જગ્યા પર પહોંચેલા અધિકારીઓ ઘ્વારા જયારે ઘરમાં સાપ શોધવાનું ચાલુ કર્યું ત્યારે તેમના હોશ ઉડી ગયા.

વિજય ભુઇયાના ઘરમાંથી તેમને નાગના 111 બચ્ચાં, ત્રણ નાગ અને નાગિન અને તેમના 20 ઈંડા મળી આવ્યા. જેવી લોકોને સાપ મળવાની ખબર મળી લોકોનું ટોળું ત્યાં ભેગું થઇ ગયું. આટલી ભારે સંખ્યામાં સાપ મળી આવવાથી લોકો ત્યાં ભેગા થવા લાગ્યા. સ્નેક હેલ્પલાઇન ઘ્વારા બચાવવામાં આવેલા સાપ વન અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે, જેને જંગલોમાં છોડી દેવામાં આવશે. એક નજર કરો મળી આવેલા સાપના વીડિયો પર...

English summary
111 cobras were found in a house in Odisha's Bhadrak district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X