Video: લૉકડાઉન બાદ દિલ્લી-યુપી બૉર્ડર પર પગપાળા જ ગામ જવા મજબૂર છે મજૂરો

લૉકડાઉનમાં પ્રવાસી મજૂરો રોજીરોટી છીનવાયા બાદ સેંકડો કિલોમીટર પગપાળા જ રસ્તા પર જોઈ શકાય છે.

ભારતમાં પણ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે પરંતુ તેનાથી મોટી સમસ્યા છે લૉકડાઉનમાં પ્રવાસી મજૂરોની, જે રોજીરોટી છીનવાયા બાદ સેંકડો કિલોમીટર પગપાળા જ રસ્તા પર જોઈ શકાય છે. જો કે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને તેમની મદદ માટે કહ્યુ છે. ઘરે પહોંચવા માટે દિલ્લી-યુપી બૉર્ડર પર લોકોની જબરદસ્ત ભીડ જમા થઈ ગઈ છે. લોકો કોરોનાની પરવા કર્યા વિના ટ્રકોથી પોતાના ઘરે પહોંચવાની કોશિશ કરી રહ્યા છે.

મજૂરો પગપાળા જ જઈ રહ્યા

મજૂરો પગપાળા જ જઈ રહ્યા

બદરપુર બૉર્ડર પર મથુરા, પલવલ, ઝજ્જર સહિત અન્ય જિલ્લા માટે મજૂરો પગપાળા જ જઈ રહ્યા છે. આમની તપાસ માટે પોલિસ પણ સજગ છે. પોલિસે એક મીટરનો ઘેરો બનાવીને રાખ્યો છે. એ ઘેરામાં ઉભા રહીને મજૂરોના જવાનુ કારણ પૂછવામાં આવી રહ્યુ છે. બૉર્ડર પર એવા પણ મજૂર પહોંચી રહ્યા છે જે ભૂખ્યા-તરસ્યા છે. આવા લોકોને પોલિસ તરફથી ભોજન આપવામાં આવી રહ્યુ છે. તેમને સમજાવીને પહેલાના સ્થળે જ રોકાવાની અપીલ પણ કરવામાં આવી રહી છે પરંતુ તે એ રીતે ડરેલા છે કે પોતાના ગામ જવાની જ જીદ કરી રહ્યા છે.

લોકો માનવા માટે તૈયાર નથી

આ તરફ કાલિંદી કુંજ બૉર્ડર પર પણ નોઈડા તરફ જતા લોકોની સંખ્યા પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પોલિસ આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ આ લોકો માનવા માટે તૈયાર નથી. કોઈ મજૂર દિલ્લી બૉર્ડર પાર કરી લે તો આગળ તેમને યુપીના નોઈડા બૉર્ડર પર રોકી લેવામાં આવી રહ્યા છે. આનાથી બચવા માટે લોકો નાના કસ્બાઓને સહારો લઈ રહ્યા છે.

પોલિસ તરફથી દરેક સ્તરે મદદ

દક્ષિણ-પૂર્વ જિલ્લાના ડીસીપી આરપી મીણાનુ કહેવુ છે કે તે સતત બધા વિસ્તારોમાં પોલિસકર્મીઓને લૉકડાઉનના કરાણે મુસીબતમાં ફસાયેલા લોકોની મદદના નિર્દેશ આપી રહ્યા છે. આવા લોકો માટે પોલિસ તરફથી દરેક સ્તરે મદદ કરવામાં આવશે. કારણ વિના ઘરોમાંથી નીકળવા પર પણ પોલિસ કાર્યવાહી કરી રહી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 17 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, દિલ્લીના સીએમ કેજરીવાલનુ કહેવુ છે કે દિલ્લીમાં સ્થિતિ કાબુમાં છે. દિલ્લીમાં કાલથી 4 લાખ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X