'ભારતના બધા મુસ્લિમ પહેલા હિંદુ હતા', ગુલામ નબી આઝાદનો વીડિયો થયો વાયરલ, લોકો ભડક્યા
Ghulam Nabi Azad: કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદ તેમના એક નિવેદનને કારણે ચર્ચામાં છે, જેમાં તેમણે હિંદુ ધર્મ અને ઇસ્લામ વિશે કંઈક એવું કહ્યું હતુ કે જેણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો.
વાસ્તવમાં, ગુલામ નબી આઝાદે 9 ઓગસ્ટના રોજ કાશ્મીરના ડોડા જિલ્લામાં એક કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે 'ભારતમાં કોઈ બહારનું નથી, બધા આ માટીમાંથી જન્મેલા છે અને ભારતના તમામ મુસ્લિમો મૂળભૂત રીતે હિન્દુ છે જેઓ બાદમાં કન્વર્ટ થયા હતા.'

તેમણે એમ પણ કહ્યું કે ઈસ્લામનો જન્મ 1500 વર્ષ પહેલાં થયો હતો અને હિંદુ ધર્મ તે પહેલાં હતો, તેથી હું કહું છું કે ભારતના તમામ મુસ્લિમો પહેલા હિંદુ હતા. તેમણે એમ પણ કહ્યું કે, જો તમે કાશ્મીરના ઈતિહાસ પર નજર નાખો તો તમને જણાશે કે 600 વર્ષ પહેલા અહીં માત્ર કાશ્મીરી પંડિતો હતા, અહીં કોઈ મુસ્લિમ નહોતા, હવે અહીં જેટલા પણ મુસ્લિમો છે તેમણે ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામ અપનાવેલો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે 'ધર્મ અને રાજનીતિ અલગ છે, બંનેને એકસાથે ભેળવવું ખોટું છે, લોકોએ ધર્મના નામે વોટ ન માંગવો જોઈએ, જે આવું કરે છે તે ખોટું કરે છે'. ભાજપે કહ્યું કે અહીં કોઈ બહારથી આવ્યું છે અથવા કોઈ અંદરથી આવ્યું છે, પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે કોઈ બહારથી નથી આવ્યું, બધા અહીંના છે.
હિંદુ ધર્મમાં મૃતદેહને બાળવાની પ્રથા છે અને ત્યારબાદ પવિત્ર નદીઓમાં અસ્થિઓ નાખવામાં આવે છે, નદીનું પાણી અલગથી જાય છે, તે ખેતરોમાં પણ જાય છે જ્યાં શાકભાજી ઉગે છે, એટલે કે તે પાણી આપણા પેટમાં જાય છે.
ગુલામ નબી આઝાદના આ વીડિયો પર સોશિયલ મીડિયા પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે. કેટલાક લોકોએ લખ્યું છે કે 'ગુલામ નબી આજે ગુલામીમાંથી આઝાદ થઈ ગયા છે' તો કોઈએ લખ્યું છે કે 'લાગે છે કે સાહેબ ભાજપમાં જોડાઈ રહ્યા છે'.
આટલું જ નહીં, એક યુઝરે લખ્યું છે કે 'એવું લાગે છે કે મોટાભાઈએ તેમને જોરદાર લાલચ આપી છે, તેથી તેઓ ભાજપનો સૂર લગાવી રહ્યા છે'. તો કોઈએ લખ્યું કે 'સત્તાના લોભમાં લોકો કંઈ પણ કરી શકે છે'.
Former Congress leader Ghulam Nabi Azad-
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 16, 2023
Hindu Religion is much older than Islam in India. Muslims in our country are because of Conversion from Hindus and in Kashmir all Muslims were converted from Kashmiri Pandits. Everybody is born in Hindu Dharma only. pic.twitter.com/trWqUyFzrs












Click it and Unblock the Notifications
