'અમ્ફાન' વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં વિનાશ વેરવો શરૂ કર્યો, જુઓ Video
બંગાળની ખાડીમાં બનેલ સુપર સાયક્લો 'અમ્ફાન' પોતાનુ ભયાનક રૂપ બતાવવુ શરૂ કરી દીધુ છે. ચક્રવાતી તોફાન વિશે ઓરિસ્સા, બંગાળ સહિત દેશના ઘણા રાજ્યો એલર્ટ પર છે. આ દરમિયાન બંગાળના તટીય વિસ્તારોમાં 'અમ્ફાન'ની અસર દેખાવા લાગી છે. સોશિયલ મીડિયા પર ચક્રવાતી તોફાનના ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં વરસાદની સાથે સાથે લગભગ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ચક્રવાતના કારણે ઘણા તટીય રાજ્યોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

વીડિયોમાં દેખાયુ તોફાનનુ ભયાનક સ્વરૂપ
સામે આવી રહેલા વીડિયોમાં સાયક્લોન અમ્ફાનના ભયાનક રૂપને જોઈ શકાય છે. ભારે પવન સાથે સામે આવતી દરેક વસ્તુ પત્તાની જેમ હવામાં ઉડતી દેખાઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તા સહિત ઘણા શહેરોમાં ભારે પવન અને વરસાદના કારણે વિજળી સેવા બંધ પડી ગઈ છે. આના કારણે ઑફિસ અને ઘરમાં કામ કરતા લોકોએ પોતાનુ કામ રોકી દેવુ પડ્યુ છે.

પશ્ચિમ બંગાળની ધરતીથી ટકરાયુ તોફાન
હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યુ કે ચક્રવાત અમ્ફાનના પશ્ચિમ બંગાળની ધરતી સાથે ટકરાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ 4 કલાક સુધી ચાલુ રહેશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટે કહ્યુ કે બંગાળ અને ઓરિસ્સામાં 6 લાખથી વધુ લોકોને ચક્રવાતથી બચાવી લેવામાં આવ્યા છે. બાંગ્લાદેમાં ચક્રવાતના કારણે એક વ્યક્તિના મોતની સૂચના મળી રહી છે. વળી, 20 લાખથીવધુ લોકોને 12,078 આશ્રયોમાં સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે.

બે વર્ષોમાં બીજુ પ્રી-મોનસુન
તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં ભારતને હિટ કરનાર આ બીજુ પ્રી-મોનસુન ચક્રવાત છે અને દશકોમાં બંગાળની ખાડીના સૌથી ભીષણ તોફાનમાંનુ એક માનવામાં આવે છે. આ વખતે ચક્રવાતી તોફાન એવા સમયે આવ્યુ છે જ્યારે બંગાળ સહિત આખુ વિશ્વ કોરોના વાયરસ સંકટ સામે લડી રહ્યુ છે. મંગળવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દળના પ્રમુખ એસએન પ્રધાને મીડિયાને કહ્યુ હતુ કે તે કોરોના વાયરસ મહામારી દરમિયાન બેવડા પડકારનો સામનો કરી રહ્યા છે.
'મોદીજી લૉકડાઉન ખોલો', અમદાવાદમાં બ્રિજ પર સૂઈને યુવતીએ બનાવ્યો Video