For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પાક. મીડિયાએ કર્યું કુલભૂષણના માતા-પત્નીનું અપમાન

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની મુલાકાત માટે તેમના માતા અને પત્ની ત્યાં ગયા હતા. પાકિસ્તાનની સરકારે મુલાકાતના નામે તેમની સાથે ભાવનાત્મક રમત રમી હોવાનું કહેવાઇ રહ્યું છે

By Shachi
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની મુલાકાત માટે તેમના માતા અને પત્ની ત્યાં ગયા હતા. પાકિસ્તાનની સરકારે મુલાકાતના નામે તેમની સાથે ભાવનાત્મક રમત રમી હોવાનું કહેવાઇ રહ્યું છે, એ ઓછું હોય એમ મુલાકાત બાદ પાકિસ્તાની મીડિયાએ તેમનું અપમાન પણ કર્યું હતું. કુલભૂષણ જાધવને મળવા ઇસ્લામાબાદ પહોંચેલ તેમના માતા અને પત્નીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાની પત્રકારો માતાને પૂછી રહ્યાં છે કે, તમારા કાતિલ પુત્રને મળ્યા બાદ તમારી શું ભાવના છે? તો કુલભૂષણની પત્નીને પત્રકારો પૂછતા સાંભળવા મળે છે કે, તમારા પતિદેવે હજારો નિર્દોષ પાકિસ્તાનીઓના લોહીથી હોળી રમી હતી, આ અંગે તમારું શું કહેવું છે?

India

ઉલ્લેખનીય છે કે, ઇસ્લામાબાદ જેલમાં 40 મિનિટની મુલાકાત અધૂરી મુલાકાત હતી. કુલભૂષણ જાધવ અને તેમના માતા-પત્ની વચ્ચે કાચની મોટી આડશ હતી. કુલભૂષણ જાધવ સાથેની મુલાકાત દરમિયાન તેમના પત્ની અને માતાને મંગળસૂત્ર, બંગડી અને ચાંદલો કાઢવાની ફરજ પાડવામાં આવી હતી, જે અંગે વિદેશ મંત્રાયલે નારાજગી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાયલના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, સુરક્ષાના નામે તેમની સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓનું અપમાન કરવામાં આવ્યું. ભારતની આ નારાજગી સામે હવે પાકિસ્તાને સફાઇ આપી છે. પાકિસ્તાન સરકારે કહ્યું કે, ભારતનો આરોપ આધારહિન છે. કુલભૂષણ જાધવ એક જાસૂસ અને આતંકી છે, જેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. ભારતને આ મુલાકાત સામે વાંધો હતો, તો ડેપ્યૂટી હાઇકમિશ્નરે એ જ સમયે આપત્તિ જાહેર કરવી જોઇતી હતી.

English summary
How Pakistani media harassed Kulbhushan Jadhav’s mother, wife – India will never forgive, forget this
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X