Video: કેવી રીતે લદ્દાખમાં ચીન બૉર્ડર પાસે ગરજી રહ્યુ છે IAFનુ રાફેલ જેટ
નવી દિલ્લીઃ ભારત અને ચીન વચ્ચે ટકરાવને 150 દિવસ પૂરા થવાના છે. બંને દેશોની સેનાઓ સામ-સામે છે અને કોર કમાંડર વાતચીતમાં આ ટકરાવનો ઉકેલ નથી નીકળી રહ્યો. તમામ સર-સામાન અને હથિયારો વચ્ચે ઈન્ડિયન એરફોર્સ(આઈએએફ)નુ રાફેલ જેટ પણ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પાસે પગ માંડી ચૂક્યુ છે. રાફેલ જેટ સતત લદ્દાખમાં ઉડાન ભરી રહ્યુ છે જેનો વીડિયો ટ્વિટર પર આવ્યો છે અને ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અંબાલાથી પહોંચ્યુ લદ્દાખ
રવિવારે રાતે રાફેલ જેટ્સે લદ્દાખમાં ચીન સીમા પાસે સૉર્ટીઝને અંજામ આપ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે લદ્દાખની મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઉડાન ભરી રહ્યુ છે. આઈએએફના સૂત્રો તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે રવિવારે એ સમાચાર આવ્યા હતા કે ઈન્ડિયન આર્મીએ એલએસી પર રણનીતિક તરીકે મહત્વની છ ચોટીઓ પર કબ્જો મેળવી લીધો છે. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે રાફેલના પાયલટ અંબાલાથી લદ્દાખ સુધી રાફેલને ઉડાવીને લઈ ગયા હતા. આ મિશનનો હેતુ લદ્દાખના ઑપરેશનલ એનવાયરમેન્ટને પરખવાનો હતો. આઈએએફ પાસે અત્યરે પાંચ રાફેલ જેટ્સ છે અને તે સંપૂર્ણપણે ઑપરેશનલ છે.
|
દરેક મિશન માટે રેડી છે રાફેલ
અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યારે ચીન સાથે ચાલી રહેલ ટકરાવ દરમિયાન પણ આ જેટ્સ કોઈ પણ મિશનને સફળતાપૂર્વક પૂરુ કરી શકે છે. 10 સપ્ટેમ્બરે જ અંબાલામાં આ જેટ્સને ઔપચારિક રીતે આઈએએફમાં શામેલ કરવામાં આવ્યુ છે. એ વખતે આઈએએફ ચીફ, ચીફ એરમાર્શલ આરકેએસ ભદોરિયાએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે રાફેલ કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં મિશન માટે રેડી છે. ચીફ એર માર્શલ આરકેએસ ભદોરિયાના જણાવ્યા મુજબ રાફેલ જેટ્સ ભારતની જરૂરિયાતના હિસાબે ઉડાન ભરી ચૂક્યા છે. આ જેટ્સ વર્તમાન પરિસ્થિતિઓમાં સારા પરિણામ આપવામાં સંપૂર્ણપણે સક્ષમ છે. 29 જુલાઈએ પાંચ રાફેલ જેટની પહેલી બેચ અંબાલા એરફોર્સ સ્ટેશન પહોંચી હતી અને આ જેટ્સ અત્યારે 17 ગ્લોડન એરો સ્કવૉડ્રનનો હિસ્સો છે.

ઓક્ટોબરમાં આવવાની છે વધુ એક જથ્થો
ઓક્ટોબરમાં રાફેલ જેટની વધુ એક ખેપ ફ્રાંસથી ભારત આવશે. આઈએએફને વર્ષ 2021 સુધી 31 રાફેલ જેટ્સ મળી જશે. અંબાલા ઉપરાંત જેટ્સને પશ્ચિમ બંગાળના હાશિમારામાં પણ તૈનાત કરવામાં આવશે. મીટિયોર બિયૉન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ ઉપરાંત સ્કેલ્પ એર-ટુ-ગ્રાઉન્ડ સિસ્ટથી લેસ પાંચ રાફેલ જેટે અત્યારે હિમાચલની મુશ્કેલ પહાડીઓમાં અભ્યાસ કર્યો હતો. સૂત્રોની માનીએ તો જો લદ્દાખમાં સ્થિતિ બગડે તો પણ રાફેલ રેડી છે. ઓક્ટોબર અને ડિસેમ્બરમાં વધુ રાફેલ આવવાના છે. ભારત અને ફ્રાંસ વચ્ચે વર્ષ 2016માં 36 રાફેલની ડીલ થઈ હતી. વર્ષ 2021 સુધી બધા રાફેલ સંપૂર્ણપણે વાયુસેનાનો હિસ્સો બની જશે.

ચીનના J-20થી ઘણુ આગળ છે રાફેલ
ભારત પહોંચતા પહેલા જ આઈએએફે સ્પષ્ટ કરી દીધુ હતુ કે પાયલટ, ગ્રાઉન્ડ ક્રૂ અને ફાઈટર જેટ, ભારત પહોંચતા જ ઑપરેશન માટે રેડી થઈ જશે. રાફેલને ગેમ ચેન્જર કહેવામાં આવી રહ્યુ છે અને પૂર્વ આઈએએફ ચીફ એર માર્શલ(રિટાયર્ડ) બીએસ ધનોઆએ તેને આ ટાઈટલ આપ્યુ હતુ. વિશેષજ્ઞોની માનીએ તો રાફેલ એક 4.5 પેઢીનુ એરક્રાફ્ટ છે પરંતુ ત્યારબાદ પણ રાફેલ એટલુ ક્ષમતાવાન છે કે તે ચીનના પ્રીમિયર જેટ જે-20નો ઠાર કરી શકે છે. રાફેલને અફઘાનિસ્તાન, લીબિયા અને સીરિયા જેવી મુશ્કેલ જગ્યાઓમાં પણ ઉપયોગ કરવામાં આવી ચૂક્યો છે. રાફેલ એક વાર ફરીથી એક સાથે ચાર મિશનને અંજામ આપી શકે છે.
UNમાં ભારતે પાકિસ્તાનની કરી બોલતી બંધ, જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા આપ્યો જડબાતોડ જવાબ