Video: પુરીના જગન્નાથમાં સોશિયલ ડિસ્ટંસીંગની ધજ્જિયા, પૂજારીઓએ માસ્ક પણ ન પહેર્યા
દેશભરમાં 8 જૂન, સોમવારથી ધાર્મિક સ્થળો ખુલવાા છે. આ પહેલા શુક્રવારે પુરીના પ્રસિદ્ધ ભગવાન જગન્નાથના બારમી શતાબ્દીના મંદિરમાં સ્નાન પૂર્ણિમાના પ્રસંગે દેવ સ્નાન ઉજવવામાં આવ્યો. દેવ સ્નાનની પરંપરા માટે અહીં મોટી સંખ્યામાં પૂજારી જોડાયા અને ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાને સ્નાન કરાવવામાં આવ્યુ. પરંતુ આ દરમિયાન લૉકડાઉનમાં લાગુ સોશિયલ ડિસ્ટંસીંગના નિયમોની જોરદાર ધજિયા ઉડાવવામાં આવી. પૂજારી વચ્ચે કોઈ સોશિયલ ડિસ્ટંસીંગ પાળવામાં આવ્યુ નહિ. વળી, તેમણે માસ્ક પણ પહેર્યા નહોતા. એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં પૂજારીઓ ભેગા થઈને દેવસ્નાનમાં ભાગ લઈ રહ્યા છે. જો કે અનુષ્ઠાનમાં શામેલ થતા પહેલા આ સેવાદારોની કોરોના વાયરસની તપાસ જરૂર કરવામાં આવી હતી.

સેવકોએ દેવ પ્રતિમાઓની આસપાસ ભીડ કરી
ANI ન્યૂઝ અનુસાર શુક્રવારે પુરીના જગન્નાથ મંદિરમાં ઘણા બધા પૂજારી સ્નાન પૂર્ણિમાના પ્રસંગે દેવ સ્નાનની વિધિ માટે ભેગા થયા. ઘણા સેવાદારોએ દેવ પ્રતિમાઓની આસપાસ ભીડ કરી દીધી. પુરીના જિલ્લાધિકારીએ જણાવ્યુ કે આ વખતે આ તહેવારના પ્રસંગે ભક્તોને અહીં આવવાની મનાઈ છે. આ આયોજન દર વર્ષે રથયાત્રા પહેલા થાય છે. દર વર્ષે ભગવાન જગન્નાથના મંદિરમાં સ્નાન પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવે છે. સ્નાન પૂર્ણિમા જેઠ મહિનાની પહેલી પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. આ દિવસે મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની મૂર્તિઓને ગર્ભગૃહમાંથી કાઢીને મંદિરમાં સ્થિત સ્નાન મંડપમાં લઈ જવામાં આવે છે જ્યાં તેમમે સુગંધિત જળથી સ્નાન કરાવવામાં આવે છે. બાદમાં તેમની સજાવટ કરવામાં આવે છે.
|
મંત્રોચ્ચાર સાથે 108 ઘડાના સુગંધિત જળથી સ્નાન
અમુક સેવાકર્મીઓએ પ્રતિમાને સવારે એક વાગીને 40 મિનિટે મુખ્ય મંદિરથી બહાર કાઢી, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા, ભગવાના જગન્નાથ અને ભગવાન સુદર્શનને મંદિર પરિસરમાં સ્નાન વેદી પર બેસાડવામાં આવ્યા અને તેમને મંત્રોચ્ચાર સાથે 108 ઘડાના સુગંધિત જળથી સ્નાન કરાવવામાં આવ્યુ. દેવ પ્રતિમાઓને સ્નાન કરાવવા માટે જે કૂવામાંથી પાણી કાઢવામાં આવ્યુ તેને ગરબદુ સેવાદાર સોના કૂવો (સ્વર્ણ કૂવો) કહેવામાં આવે છે. ભગવાન બલભદ્રને 33 ઘડાઓના જળથી સ્નાન કરાવવામાં આવ્યુ. ભગવાન જગન્નાથને 35 ઘડાઓના જળથી સ્નાન કરાવવામાં આવ્યુ. દેવી સુભદ્રાને 22 ઘડાઓના જળથી અને ભગવાન સુદર્શનને 18 ઘડાઓના જળથી સ્નાન કરાવવામાં આવ્યુ. આ વખતે હરિ બોલનો ઉદઘોષ કરનાર શ્રદ્ધાળુઓની ભીડ હાજર હતી.

મોટી સંખ્યામાં પોલિસ ટુકડીઓ તૈનાત
આ પહેલા પુરીના જિલ્લા કલેક્ટર બલવંત સિહે જણાવ્યુ હતુ કે જિલ્લામાં ગુરુવારે રાતે દસ વાગ્યાથી લઈને શનિવારે બપોરે બે વાગ્યા સુધી દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 144 લાગુ રહેશે. તેમણે કહ્યુ હતુ કે ભગવાન જગન્નાથના મંદિર પાસે લોકોને ભેગા થતા રોકવા માટે મોટી સંખ્યામાં પોલિસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે કોવિડ-19ની સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ભગવાન જગન્નાથના સ્નાન પૂર્ણિમા પર્વ દરમિયાન કોઈ પણ શ્રદ્ધાળને અનુમતિ આપવામાં નહિ આવે અને બધા ધાર્મિક કાર્ય અમુક સેવાદારોની ઉપસ્થિતિમાં જ પૂર્ણ થશે. માત્ર સેવાદારો અને મંદિરના અધિકારીઓને જ મંદિરમાં જવા દેવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે ટેલીવિઝન પર ધાર્મિક આયોજનનુ સીધુ પ્રસારણ કરવામાં આવ્યુ.
જગન્નાથ મંદિર ટ્રસ્ટી અને સરકાર વચ્ચે રથયાત્રા અંગે વિવાદ વધ્યો