VIDEO: વરરાજાને સરપ્રાઈઝ આપવા નવવધુએ આ રીતે ડાંસ કરીને લીધી એન્ટ્રી
લગ્નમાં દરેક દુલ્હન ઈચ્છે છે કે તેની એન્ટ્રી બધાથી અલગ હોય. કેરળની એક દુલ્હને પોતાના લગ્નમાં પોતાની એન્ટ્રીને ધમાકેદાર બનાવી દીધી. તેની એન્ટ્રી પર સૌ કોઈ ચોંકી ગયા. હા, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હન ડાંસ કરીને એન્ટ્રી લઈ રહી છે. દુલ્હનનુ નામ અંજલિ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અંજલિ લાલ સાડીમાં છે. તે સ્ટેજ પર જતી વખતે ડાંસ કરી રહી છે. જણાવવામાં આવ્યુ છે કે આ રીતનો ડાંસ કરવા પાછળ અંજલિની ઈચ્છા એ હતી કે તે વરરાજા એટલે કે પોતાના પતિ વરુણને સરપ્રાઈઝ આપી શકે. વીડિયો જોવા માટે સૌથી નીચેની સ્લાઈડ પર જાવ.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો
અંજલિનો આ વીડિયો કેરળના કન્નૂરના સીઆર ઑડિટોરિયમમાં શૂટ કરવામાં આવ્યો છે જે સૌથી પહેલા ફેસબુક શેર કરવામાં આવ્યો હતો. ફેસબુક પર આ વીડિયોને 76 હજારથી વધુ વાર જોવામાં આવ્યો. ત્યારબાદ હવે આ વીડિયો સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર વીડિયોને શેર કરાયા બાદથી તેને અત્યાર સુધી 50 હજારથી વધુ વાર જોવાયો છે.

અમુક લોકોએ વાંધો વ્યક્ત કર્યો
ટ્વિટર પર અમુક લોકોએ આ રીતે દુલ્હનના ડાંસ કરવા પર વાંધો વ્યક્ત કર્યો છે. અમુક યુઝરે બેંગલુરુમાં થયેલા આ રીતના લગ્નનો વીડિયો કમેન્ટ બૉક્સમાં શેર કર્યો તો અમુકે આના પર મઝાના રિએક્શન પણ આપ્યા.
|
તમે પણ જુઓ વીડિયો
આ પહેલી વાર નથી જ્યારે બ્રાઈડની એન્ટ્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. થોડા વર્ષ પહેલા અમદાવાદની એક દુલ્હને બાઈક પર પોતાના લગ્નની સવારી કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. તમે પણ જુઓ અંજલિનો ડાંસ વીડિયો.
આ પણ વાંચોઃ સામાન્ય જનતા માટે ખુલ્યો વર્લ્ડ ફેમસ મુઘલ ગાર્ડન, આ ફૂલ હશે આકર્ષણનુ કેન્દ્ર