For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આત્મહત્યા કરનારા MBBS છાત્રની મારપીટનો ચોંકાવનારો VIDEO

આ વીડિયો મેડીકલ છાત્ર યશનો છે જેની સીનિયર્સે બેલ્ટથી ખૂબ મારપીટ કરી હતી. પરિવારજનોનો એ પણ આરોપ છે કે છાત્રની જે રીતે સીનિયર્સે બેલ્ટથી મારપીટ કરી તેનાથી કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના એક મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા દ્વિતીય વર્ષના છાત્ર યશની આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો થોડા દિવસો પહેલા સામે આવ્યો હતો. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે યશે સીનિયર્સની રેગિંગથી કંટાળીને આત્મહત્યા કરી હતી. જો કે કોલેજ પ્રશાસને આનો ઈનકાર કરતા આત્મહત્યાનું કારણ તેનું પરિણામ ગણાવ્યુ હતુ. આ મામલે હવે એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક મેડીકલ છાત્રની મારપીટ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ વીડિયો મેડીકલ છાત્ર યશનો છે જેની સીનિયર્સે બેલ્ટથી ખૂબ મારપીટ કરી હતી. પરિવારજનોનો એ પણ આરોપ છે કે છાત્રની જે રીતે સીનિયર્સે બેલ્ટથી મારપીટ કરી તેનાથી કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી.

મેડીકલ છાત્રની સુસાઈડ મામલે ચોંકાવનારો VIDEO

મેડીકલ છાત્રની સુસાઈડ મામલે ચોંકાવનારો VIDEO

સમગ્ર મામલો ભોપાલના બૈતુલ સ્થિત લક્ષ્મીનારાયણ મેડીકલ કોલેજનો છે. અહીં અભ્યાસ કરતા ફર્સ્ટ યરના છાત્ર યશ પાઠેએ 12 જૂને બૈતુલમાં ગળે ટૂંપો દઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે છાત્રના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે યશે રેગિંગથી કંટાળીને આત્મહત્યા કરી છે. પરિવારજનોએ એ પણ કહ્યુ કે સીનિયર્સના વલણની ફરિયાદ યશે કોલેજ પ્રશાસન સાથે ઓનલાઈન એન્ટી રેગિંગ સ્કવોડને પણ કરી હતી. તેમછતાં કોલેજ પ્રશાસને કોઈ કાર્યવાહી કરી નહિ. પરિવારજનોના જણાવ્યા મુજબ કોલેજ પ્રશાસન તરફથી કોઈ સહયોગ ન મળતા છાત્રએ આત્મહત્યા કરી લીધી.

છાત્ર યશે કરી હતી આત્મહત્યા

છાત્ર યશે કરી હતી આત્મહત્યા

જો કે આ મામલે કોલેજ પ્રશાસને કહ્યુ કે યશે પરિણામને કારણે આત્મહત્યા કરી છે. કોલેજ તરફથી કહેવામાં આવ્યુ છે કે યશ પાઠેનું પરિણામ સારુ આવ્યુ નથી, જેના કારણે તે ચિંતિત હતો અને એટલા માટે તેણે આત્મહત્યા કરી લીધી. હાલમાં મામલાની તપાસ પોલિસ કરી રહી છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક છાત્રની મારપીટ કરવામાં આવી રહી છે તે યશ છે. સીનિયર્સે યશને બેલ્ટથી ખૂબ જ માર્યો હતો. ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી.

પરિવારજનોએ કોલેજ પ્રશાસન પર ઉઠાવ્યા સવાલ

પરિવારજનોએ કોલેજ પ્રશાસન પર ઉઠાવ્યા સવાલ

તમને જણાવી દઈએ કે બૈતુલના સિંદુરજનાના રહેવાસી યશ પાઠેની ફર્સ્ટ યરમાં રેગિંગ થઈ હતી. તે સમયે યશે કોલેજ પ્રશાસનને સીનિયર્સની ઓનલાઈન ફરિયાદ કરી હતી. આ મામલે સીનિયર્સ તરફથી તેના પર દબાણ કરવામાં આવી રહ્યુ હતુ કે તે રેગિંગ અંગે કરેલી ફરિયાદ પાછી લઈ લે. જો કે યશે આવુ કર્યુ નહિ. આ મામલે બીજા ગ્રુપના છાત્રોએ તેની સાથે મારપીટ કરી. તેને બેલ્ટથી ખૂબ જ માર્યો. તેના નિશાન પણ યશની પીઠ પર મળ્યા હતા. બાદમાં યશે કંટાળીને આત્મહત્યા કરી લીધી.

English summary
VIDEO: medical college student Yash commits suicide allegedly ragged by seniors in Betul, Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X