વીડિયો: રાજસ્થાનમાં રહસ્યમયી ઘટના, આકાશમાંથી 'આગનો ગોળો' પડ્યો
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એક રહસ્યમયી ઘટના સામે આવી છે, જેને કારણે જમીનમાં 15 ફુટ ઊંડો ખાડો પડી ગયો છે. આ ઘટના ગ્રામીણોમાં ચર્ચાનો વિષય બની છે. તેને કોઈ આકાશીય વીજળી તો કોઈ તેને ઉલ્કાપિંડ બતાવી રહ્યું છે. પોલીસ અને પ્રશાશન ટીમ જગ્યા પર પહોંચી ચુકી છે અને જયપુરથી ખગોળ શાસ્ત્રીઓને પણ બોલાવવામાં આવ્યા છે.

આકાશમાંથી પ્રકાશ દેખાયો
આ મામલો ભરતપુર જિલ્લાના ચિકસણા પોલીસ સ્ટેશનના નાગલા કસોટા ગામનો છે. ગામના લોકોએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે તેઓ તેમના ખેતરો ખેડી રહ્યા હતા. તે જ સમયે આકાશમાંથી વાદળી પ્રકાશ આવ્યો. નજીક આવવા પર એવું લાગ્યું કે જાણે આગનો ગોળો આવ્યો હોય અને તે ઝડપથી જમીનમાં સમાઈ ગયો.

મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થયા
પહેલા તો ગ્રામીણો ખુબ જ ગભરાઈ ગયા પરંતુ થોડા સમય પછી તેઓ તે ખેતરમાં ગયા, જ્યાં તે ગોળો પડ્યો હતો. ત્યાં તેમને જમીનમાં લગભગ 15 ફુટ ઊંડો ખાડો મળ્યો. આકાશમાંથી ગોળા જેવું કંઈક પડવાની ખબર ગામમાં ફેલાઈ ગઈ અને મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થવા લાગ્યા.

એક્સપર્ટની ટીમ તેની તપાસ કરશે
ગ્રામીણોની સૂચના પર ચિકસણા પોલીસ જગ્યા પર પહોંચી અને ગામના લોકોને ખાડાથી દૂર રહેવાની સલાહ આપી. પોલીસ અનુસાર આ કઈ ઘટના છે, આકાશમાંથી શુ પડ્યું છે, આ બધા જ સવાલોનો જવાબ એક્સપોર્ટની તપાસ પછી જ મળી શકશે.