• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: સંજય નિરુપમે પીએમ મોદીને ગણાવ્યા ઔરંગઝેબ, વારાણસીમાં તોડાવ્યા મંદિર

|

લોકસભા ચૂંટણી 2019ના હવે માત્ર બે તબક્કા બચ્યા છે, 23 મેના રોજ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આગામી સરકાર કોની બનવાની છે પરંતુ જ્યાં એક તરફ પારાનું સ્તર ચરમ સીમા પર છે તેનાથી ઘણી વધુ નેતાઓની જીભ ચાલી રહી છે. લોકો વિવાદિત નિવેદન આપવાનુ છોડી નથી રહ્યા. મમતા બેનર્જી અને પ્રિયંકા ગાંધી બાદ હવે પીએમ મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ છે કોંગ્રેસ નેતા સંજય નિરુપમે જેમણે પીએમ મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી છે.

બનારસમાં મીડિયા સાથે વાત કરતા સંજય નિરુપમે કહ્યુ કે બનારસના લોકોએ જે વ્યક્તિને પસંદ કર્યા છે તે ઔરંગઝેબના આધુનિક અવતાર છે કારણકે બનારસમાં કૉરિડોરના નામે સેંકડો મંદિરોને તોડાવ્યા. તેમણે કહ્યુ કે વિશ્વનાથ મંદિરમાં દર્શનના નામ પર 550 રૂપિયાની જે ફી લગાવવામાં આવી છે તે એ વાતનો પુરાવો છે કે જે કામ ઔરંગઝેબ ના કરી શક્યો તે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, ભાજપવાળા રોજ નવા જૂઠ બોલે છે અને પછી તેનો જોરશોરથી પ્રચાર કરવા લાગી જાય છે.

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ગણાવ્યા દૂર્યોધન

સંજય નિરુપમે પ્રિયંકા ગાંધીના એ નિવેદનને પણ સાચુ ગણાવ્યુ જેમાં તેમણે પીએમ મોદીની તુલા દૂર્યોધન સાથે કરી હતી. સંજયે કહ્યુ કે પ્રિયંકાજીએ જે કહ્યુ છે તે સાચુ છે, હું તો મોદીને ઔરંગઝેબ કહી રહ્યો છુ અને હું આ એક નહિ વારંવાર કહીશુ. તમને જણાવી દઈએ કે હરિયાણાના અંબાલાની રેલીમાં પ્રિયકા ગાંધીએ કહ્યુ હતુ કે મોદી, દૂર્યોધનની જેમ અહંકારી છે, દેશે અહંકારને ક્યારેય માફ નથી કર્યો, આવો અહંકાર દૂર્યોધનમાં પણ હતો, જ્યારે ભગવાન કૃષ્ણ તેમને સમજાવવા ગયા તો તેમને પણ દૂર્યોધને બંધક બનાવવાની કોશિશ કરી, દિનકરજીની પંક્તિઓ છે - 'જબ નાશ મનુજ પર છાતા હે, પહેલે વિવેક મર જાતા હે.'

સર્જીકલ સ્ટ્રાઈકના દાવા પર ભડક્યા

વાસ્તવમાં એક આરટીઆઈમાં ખુલાસો થયો કે યુપીએ સરકારમાં કોઈ સર્જીકલ સ્ટ્રાઈક નહોતી થઈ, આના પર સંજય નિરુપમ ભડકી ગયા અને ભાજપને ખૂબ કોસ્યુ. તેમણે કહ્યુ કે આ ભાજપનો દુષ્પ્રચાર છે, આ સ્ટ્રાઈકની સેનાના મોટા અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે.

રાજીવ ગાંધીનું નામ વચ્ચે લાવવા પર પણ ભડક્યા નિરુપમ

સંજય નિરુપમે કહ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને જે દિવસે પીએમ મોદીએ અપશબ્દ કહ્યા તે દિવસથી સ્મૃતિ ઈરાનીને અમેઠીમાં અઢી લાખ મતોથી હરાવવાનો જુગાડ કરી દીધો છે. તેમણે પડકાર આપ્યો કે રાજીવના નામ પર ચૂટણી લડી લો, બાકીની સીટો પણ ભાજપ હારી જશે. ઉલ્લેખનીય છે કે એક રેલીમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે રાજીવ ગાંધી મિસ્ટર ક્લીનની ઈમેજ સાથે રાજકારણમાં આવ્યા હતા પરંતુ ભ્રષ્ટાચારી નંબર વન તરીકે તેમનો જીવનકાળ સમાપ્ત થયો, ત્યારબાદ રાજકીય હોબાળો મચી ગયો છે, કોંગ્રેસ તરફથી મોદીની આ વાત માટે ઘણી ટીકા થઈ રહી છે, માત્ર કોંગ્રેસ જ નહિ પરંતુ આપ પાર્ટી તરફથી આ મુદ્દે પીએમ મોદીની આકરી નિંદા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આ કલાકારે 10માંની પરીક્ષામાં મેળવ્યા 93%, મેકઅપ રૂમમાં કરતી હતી અભ્યાસઆ પણ વાંચોઃ આ કલાકારે 10માંની પરીક્ષામાં મેળવ્યા 93%, મેકઅપ રૂમમાં કરતી હતી અભ્યાસ

English summary
Video, Sanjay Nirupam says that Narendra Modi is actually the modern incarnation of Aurangzeb.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X