Video: મુંબઈના આકાશમાં 2 SU-30 ફાઈટર જેટ સાથે 5 રાફેલનો કાફલો
હવે થોડી વારમાં ફ્રેંચ ફાઈટર જેટ રાફેલ હરિયાણાના અંબાલામાં ઈન્ડિયન એરફોર્સ(આઈએએફ)ના બેઝ પર લેંડ કરી જશે. રાફેલનો એક વીડિયો સંરક્ષણ મંત્રીની ઓફિસ તરફથી ટવિટ કરવામાં આવ્યો છે. આમાં જોવા મળી રહ્યુ છે કે પાંચ રાફેલને આઈએએફને ફાઈટર જેટ સુખોઈ પોતાની સાથે લઈને ચાલી રહ્યા છે. રાફેલે આજે સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)ના અલ દાફ્રા એરબેઝથી ટેક ઑફ કર્યુ હતુ. હાલમાં પાંચે રાફેલ જેટ ભારતીય એરબેઝમાં દાખલ થઈ ચૂક્યા છે. અંબાલામાં લેંડિંગ પહેલા રાફેલે ઈન્ડિયન નેવીની વૉરશિપ આઈએનએસ કોલકત્તાનો સંપર્ક કર્યો છે.

અંબાલા તરફ આગળ વધતુ રાફેલ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઑફિસ તરફથી રાફેલનો ફોટો ટ્વિટ કરવામાં આવ્યો. ફોટો ટ્વિટ કરવા સાથે સંરક્ષણ મંત્રીએ કેપ્શનમાં લખ્યુ, ‘પક્ષીઓએ ભારતીય એરસ્પેસમાં પગ મૂકી દીધો છે. અંબાલામાં તમારુ શુભ લેંડીંગ થાય.' તેમણે જે કેપ્શન વીડિયોમાં મૂક્યો તે કંઈક આવુ હતુ, ‘બે સુખોઈ સાથે રાફેલ અંબાલા તરફ આગળ વધતુ'અંબાલા પહોંચતા પહલા રાફેલ જેટના પાયલટે ઈન્ડિયન નેવીની વૉરશિપ આઈએનએસ કોલકત્તાના કેપ્ટન સાથે વાત કરી છે. યુએઈથી ટેક ઑફ કર્યા બાદ આ વાતચીત થઈ છે.
|
હેપ્પી લેંડીંગ રાફેલ લીડર
આઈએનએસ કોલકત્તા અત્યારે પશ્ચિમ અરબ સાગરમાં તૈનાત છે. આઈએનએસ કોલકત્તા તરફથી કહેવામાં આવ્યુ, ‘આઈએનએસ કોલકત્તા ડેલ્ટા 63: એરો લીડર ફ્લાઈંગ રાફેલ, હિંદ મહાસાગરમાં તમારુ સ્વાગતછે રાફેલ લીડર. ખૂબ આભાર. એક ભારતીય વૉરશિપ હિંદ મહાસાગરની સુરક્ષામાં તૈનાત છે. તમે ગર્વ સાથે આકાશની ઉંચાઈઓને સ્પર્શો. હેપ્પી લેંડિંગ રાફેલ લીડર.' ત્યારબાદ રાફેલ ઉડાવી રહેલ ગ્રુપ હરકીરત સિંહ તરફથી કહેવામાં આવ્યુ, ‘તમને સારી હવા મળે તેવી શુભકામના. હેપ્પી હંટિંગ, ઓવર એન્ડ આઉટ.'

23 વર્ષ બાદ આવ્યુ કોઈ ફાઈટર જેટ
રાફેલની લેંડિંગ પહેલા અંબાલામાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી અને આખા શહેરમાં કલમ 144 લગાવી દેવામાં આવી. આઈએએફે ફોટો અને વીડિયોગ્રાફી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સોમવારે ફ્રેન્ચ એરફોર્સના એરબસ એ330 મલ્ટી રોલ ટેંકર ટ્રાન્સપોર્ટ(એમઆરટીટી) એરક્રાફ્ટમાં રિફ્યુલિંગ કરી હતી. અલ દાફ્રાથી અંબાલા સુધી રાફેલની બીજી ઉડાન દરમિયાન હવે આઈએએફના રશિયન એરક્રાફ્ટ આઈએલ-78 આના રિફ્યુલર્સ તરીકે રહેશે. આઈએએફને 23 વર્ષ બાદ કોઈ વિદેશી ફાઈટર જેટ મળી રહ્યુ છે.

વૉટર સેલ્યુટ સાથે સ્વાગત
આઈએએફના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે રાફેલને અંબાલામાં લેંડિંગ બાદ વૉટર કેનન સેલ્યુટ આપવામાં આવશે. રાફેલની ભારત સુધી ઉડાન દરમિયાન એક સ્ટૉપ યુએઈના અલ દાફ્રા એરબેઝ હતુ. અબુ ધાબી પાસે આ એરબેઝ અમેરિકી સેનાઓનુ મહત્વનુ બેઝ છે અને અહીંથી ફ્રાંસની સેનાઓ પણ ઑપરેટ કરે છે. રાફેલ લગભગ 7000 કિલોમીટરનુ અંતર કાપીને અંબાલો પહોંચશે. જો કે ઈરાન તરફથી ફાયર કરવામાં આવેલી મિસાઈલના રાફેલ પાસે પડવાથી ચિંતાઓ વધી ગઈ હતી.
રાજનાથ સિંહે રાફેલની લેન્ડિંગનો વીડિોય શેર કર્યો- દુશ્મનોએ ડરવાની જરૂરત