For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓડિશા પહોંચ્યું તિતલી તોફાન, 18 જિલ્લાઓમાં રેડ એલર્ટ, વીડિયો

ચક્રવાતી તોફાન તીતલીએ પોતાનું પ્રચંડ રૂપ ધારણ કરી લીધું છે, જે ઓડિશા અને આંધ્રપ્રદેશ તટ સુધી પહોંચી ચૂક્યું છે.

|
Google Oneindia Gujarati News

ચક્રવાતી તોફાન તીતલીએ પોતાનું પ્રચંડ રૂપ ધારણ કરી લીધું છે, જે ઓડિશા અને આંધ્રપ્રદેશ તટ સુધી પહોંચી ચૂક્યું છે. આપને જણાવી દઈએ કે ઓડિશાના તટીય વિસ્તારોમાં 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાઓ ચાલી રહી છે. તોફાનને કારણે ગોપાલપુર અને બેહરામપુર વિસ્તારોમાં ઘણા ઝાડ ઉખડી ગયા છે. તોફાન સામે લડવા માટે પ્રશાશને ઘણી તૈયારીઓ કરી છે. તેના નુકશાનથી બચવા માટે અલગ અલગ જિલ્લાઓમાં એનડીઆરએફ ની 18 ટીમો ગોઠવી દેવામાં આવી છે.

ઓડિશા પહોંચ્યું તિતલી તોફાન

ઓડિશા પહોંચ્યું તિતલી તોફાન

ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળના ઘણા વિસ્તારોમાં તિતલી તોફાન અંગે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. આજે અને કાલે બધી જ સ્કુલ અને કોલેજો પણ બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક ઘ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે દરેક લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવે.

ભારે વરસાદની આશંકા

રાજ્યમાં ચક્રવાત અને ભારે વરસાદની આશંકા જોતા બધા જ સરકારી અધિકારીઓની રજા રોકી દેવામાં આવી છે. ઓડિશાના મુખ્ય સચિવ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં 11 ઓક્ટોબરે થવા જઈ રહેલા વિધાર્થી સંઘ ઇલેક્શનને પણ રદ કરી દેવામાં આવ્યું છે. તેની સાથે સાથે રાહત કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આરઆરબી પરીક્ષા પણ રોકવામાં આવી

તોફાનના ખતરાને જોતા કટક અને ઢેકાનલ, સંબલપુર, કુરદા અને બેરહમપુરમાં 11 અને 12 ઓક્ટોબર દરમિયાન રાખવામાં આવેલી રેલવે ભરતી પરીક્ષા પણ રોકી દેવામાં આવી છે.

18 જિલ્લાઓમાં રેડ એલર્ટ

18 જિલ્લાઓમાં રેડ એલર્ટ

પ્રશાશન ઘ્વારા લોકોને સાવધાન રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે. ચક્રવાતની ભયાવહ જોતા ઓડિશા સરકારે 18 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

English summary
Titli Cyclone making landfall in Srikakulam's Vajrapu Kotturu Andhra Pradesh and Odisha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X