Vijay Diwas: એ યુદ્ધ જેમાં પાકિસ્તાનના 93 હજાર સૈનિકે ભારત સામે ટેકવ્યા હતા ઘૂંટણ
આજે આખો દિવસ રાષ્ટ્ર વિજય દિવસ મનાવી રહ્યો છે. આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટ કર્યું છે કે વિજય દિવસના અવસરે 1971ના યુદ્ધમાં દેશની માનવીય સ્વતંત્રતાના સાર્વભૌમિક મૂલ્યોની રક્ષા માટે સશસ્ત્ર સેનાઓને આપણે કૃતજ્ઞતાને યાદ કરીએ છીએ. ખાસ કરીને તે સાહસિક અભિયાનમાં જેમણે બલિદાન આપ્યું છે તેમના પ્રત્યેઆપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ.

ભારતીય સૈન્ય સામે 93 હજાર પાક. સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું
આજના જ દિવસે ભારતીય સૈન્ય સામે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ ઢાકામાં આત્મસમર્પણ કર્યું હતું. કેહવાય છે કે આત્મસમર્પણ કરતા પહેલા પાકિસ્તાની સૈન્યએ બાંગ્લાદેશમાં 30 લાખથી વધુ લોકોની હત્યા કરી હતી. વર્ષ 1971 પહેલા બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તા તરીકે ઓળખાતું હતું, જે પાકિસ્તાનનો ભાગ હતો. પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાન પર ભાષા અને સાંસ્કૃતિક મર્યાદાઓ લગાવી હતી, જેને કારણે પૂર્વ પાકિસતાનમાં બળવો થયો. તેના પર રોક લગાવવા માટે પાકિસ્તાની સૈન્યએ ત્રાસ વર્તાવ્યો.

પાકિસ્તાની સૈન્યનો શરમજનક પરાજય
બાંગ્લાદેશના લોકોની મદદ માટે ભારતીય સૈન્ય આગળ આવ્યું. બંને દેશના સૈન્ય વચ્ચે યુદ્ધ થયું અને 13 દિવસ સુધી ચાલેલા યુદ્ધ બાદ પાકિસ્તાની સૈન્યનો કારમો પરાજય થયો. આ યુદ્ધ બાદ પાકિસ્તાની સૈન્યના 90 હજાર સૈનિકોને બંદી બનાવી લેવાયા હતા. કહેવાય છે કે યુદ્ધ પહેલા અને યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્યએ લગભગ 2 લાખથી વધુ મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો. આ લડાઈમાં લગભગ 30 લાખથી વધુ લોકોના મોત થયા હતા, તો 1 કરોડ લોકોએ ભારતમાં શરણ લીધી હતી.

ઈન્દિરા ગાંધીએ આપ્યા હતા જીતના સમાચાર
આ યુદ્ધમાં ભારતે અમેરિકાની ધમકી નજર અંદાજ કરી હતી. ભારતને ડરાવવા માટે અમેરિકાએ બંગાળની ખાડીમાં પોતાની નેવી તૈનાત કરી હતી, પરંતુ તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીએ કોઈની શરમ ન રાખી. કહેવાય છે કે ઈન્દિરા ગાંધી સંસદ ભવનમાં પોતાની ઓફિસમાં એક ટીવી ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા, ત્યારે જનરલ માનેક શૉએ બાંગ્લાદેશમાં જીતના સમાચાર આપ્યા. ઈન્દિરા ગાંધીએ લોકસભામાં હોબાળા વચ્ચે યુદ્ધમાં ભારતના વિજયની જાહેરાત કરી. ઈન્દિરા ગાંધીના નિવેદન બાદ આખું સદન ઉજવણી કરતુ હતું.
Vijay Diwas: 30 લાખની હત્યા- 2 લાખ મહિલાઓના દુષ્કર્મ, જાણો 1971 યુદ્ધમાં પાકિસ્તાન કેવી રીતે હાર્ય