
Vijay Diwas: 30 લાખની હત્યા- 2 લાખ મહિલાઓના દુષ્કર્મ, જાણો 1971 યુદ્ધમાં પાકિસ્તાન કેવી રીતે હાર્યુ
16 ડિસેમ્બરનો દિવસ ભારતના ઈતિહાસમાં વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે, તો બાંગ્લાદેશમાં આ દિવસ વિક્ટ્રી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સૈન્ય સામે પાકિસ્તાનના 93,000 પાકિસ્તાની સૈનિકોએ ઢાકામાં આત્મસમર્પણ કર્યું હતું. કહેવાય છે કે આત્મસમર્પણ કરતા પહેલા પાકિસ્તાની સૈન્યએ બાંગ્લાદેશના 30 લાખથી વધુ લોકોની કત્લેઆમ કરી હતી.

ભારતે ભૂગોળ બદલી ઈતિહાસ રચ્યો
વર્ષ 1971 પહેલા બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું, તે પાકિસ્તાનનો જ ભાગ હતું. પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાન પર ભાષા અને સાંસ્કૃતિક રીતે મર્યાદાઓ લગાવી હતી, જેના કારણે પૂર્વ પાકિસ્તાનમાં બળવો થયો. જેને અટકાવવા માટે પાકિસ્તાની સૈન્યએ ત્રાસ વર્તાવ્યો.

13 દિવસ ચાલ્યુ યુદ્ધ
બાંગ્લાદેશના લોકોની મદદ માટે ભારતીય સૈન્યએ મદદ કરી. બંને દેશના સૈન્ય વચ્ચે યુદ્ધ થયું અને 13 દિવસ ચાલેલા યુદ્ધ બાદ પાકિસ્તાની સૈન્યની શરમજનક હાર થઈ. 13 દિવસ ચાલેલા યુદ્ધ બાદ પાકિસ્તાની સૈન્યએ લગભગ 90 હજાર પાકિસ્તાની સૈનિકોને બંદી બનાવી લેવાયા.

પાકિસ્તાની સૈન્યએ કરી કત્લેઆમ
કહેવાય છે કે યુદ્ધ પહેલા અને યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્યએ લગભગ 2 લાખથી વધુ મહિલાઓ સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ લડાઈમાં લગભગ 30 લાખથી વધુ લોકોની હત્યા થઈ હતી. લગભગ 1 કરોડ લોકોએ ભારતમાં શરણ લીધી હતી.

ઈન્દિરા ગાંધીએ ન માની અમેરિકાની વાત
આ યુદ્ધમાં ભારતે અમેરિકાની ધમકીને નજરઅંદાજ કરી હતી.ભારતે ડરાવવા માટે અમેરિકાએ બંગાળની ખાડીમાં પોતાની નેવી તૈનાત કરી હતી, પરંતુ ભારતે અમેરિકાની વાત ન માની.
વિજય દિવસ, 16 ડિસેમ્બરઃ ભારત-પાક વચ્ચે થયુ યુદ્ધ, આ રીતે બન્યુ બાંગ્લાદેશ