વિજય દિવસ પર પીએમ મોદીએ શહીદોની યાદમાં ‘સ્વર્ણિમ વિજય મશાલ’ પ્રગટાવી
નવી દિલ્હીઃ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની ઐતિહાસિક જીતના પ્રતીક વિજય દિવસના 50 વર્ષ પૂરાં થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા. પીએમ મોદીએ નેશનલ વૉર મેમોરિયલ પહોંચી 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલ ભારતીય સેનાના બહાદુર જવાનોને નમ કર્યું. આ અવસર પર પીએમ મોદીએ ચાર 'સ્વર્ણિમ વિજય મશાલ' પ્રગટાવી, જે દેશની ચારેય દિશાઓમાં પ્રગટાવવામાં આવશે. વિજય દિવસ પર નેશનલ વૉર મેમોરિયલમાં પીએમ મોદી સાથે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા.
જણાવી દઈએ કે વિજય દિવસના 50 વર્ષ પૂરાં થવાના અવસર પર કેન્દ્ર સરકારે સ્વર્ણિમ વિજય વર્ષ અંતર્ગત આખા એક વર્ષનો કાર્યક્રમ ઘોષિત કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સ્વર્ણિમ વિજય મશાલ દેશના હરેક એવાં ગામ, દરેક એવાં શહેરમાં પ્રગટાવવામાં આવશે જ્યાંના જવાનોને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જીત બાદ મહાવીર ચક્ર અને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસર પર રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્વર્ણિમ વિજય વર્ષના લોકોનું પણ અનાવરણ કર્યું. 1971ના યુદ્ધમાં પણ પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા હતા અને બાંગ્લાદેશ નામનો એક નવો દેશ દુનિયાના નક્શા પર આવ્યો.
Vijay Diwas 1971: રાહુલ ગાંધીએ સૈન્યના શૌર્યને નમન કર્યું
Vijay Diwas: જ્યારે જનરલ માણેકશાએ પાકિસ્તાનનને ઘૂંટણીએ બેસાડી દીધું
ભારતીય સેનાના શૌર્યની પરંપરાને નમન
અગાઉ રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરતા લખ્યું, આજે વિજય દિવસના અવસર પર હું ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમની પરંપરાને નમન કરું છું. હું સ્મરણ કરું છું એવા બહાદુર સૈનિકોની બહાદુરીને જેમમે 1971ના યુદ્ધમાં એક નવી શૌર્યગાથા લખી. તેમનો ત્યાગ અને બલિદાન તમામ ભારતીયો માટે પ્રેરણાનો સ્રોત છે. આ દેશ તેમને હંમેશા યાદ રાખશે.