For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#VijaykeshavGokhale : જાણો કોણ છે આપણા નવા વિદેશ સચિવ

એસ જયશંકર, વિદેશ સચિવ તરીકે નિવૃત્ત થયા પછી વિજય કેશવ ગોખલેને ભારતના નવા વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાણો કોણ છે વિજય કેશવ ગોખલે અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ચીન સાથે ડોકલામ મામલે થયેલા વિવાદ વખતે મહત્વની ભૂમિકા ભજવનાર વિજય કેશવ ગોખલેને નવા વિદેશ સચિવ બનાવવામાં આવ્યા છે. તે હવે એસ.જયશંકરની જગ્યાએ પદભાર સંભાળશે. ડોકલામ પર વિવાદ મામલે ગોખલેએ ભારે સાવધાનીથી આ સમગ્ર મામલાને સંભાળ્યો હતો. અને વિવાદ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. ગોખલે 20 જાન્યુઆરી 2016 થી 21 ઓક્ટોબર 2017 સુધી ચીનના ભારત તરફથી રાજદૂત પણ રહી ચૂક્યા છે. તે પછી તે નવી દિલ્હીના વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં કામ કરતા હતા. ચીનથી જોડાયેલા મુદ્દાઓ પર તેમની ખૂબ જ મજબૂત પકડ છે. જો કે વિજય ગોખલેની વિદેશ સચિવ તરીકે નિયુક્તિ તે વાત પણ બતાવે છે કે મોદી સરકારની વિદેશ નીતિમાં હાલ કેન્દ્રમાં કયો મુદ્દો છે? નિશ્ચિત રીતે પાકિસ્તાન પણ આ સમયે ભારત માટે દર વખતની જેમ જ મોટી સમસ્યા બનીને ઊભું છે. પણ ચીન એક મહાસત્તા હોવાના કારણે તેની તરફથી ભારતને ચિંતા અને ખતરો વધુ છે. લાગે છે કે આ માટે જ ગોખલેની પસંદગી કરવામાં આવી છે.

India

નોંધનીય છે કે 2 વર્ષ માટે વિજય ગોખલેની વિદેશ સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અને તે બે વર્ષ માટે કાર્યભાર સંભાળશે. તે ભારતીય વિદેશ સેવાના 1981 બેંચના અધિકારી છે. વિજય ગોખલે ભારત સમેત જમર્નીના પણ રાજદૂત રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2013થી 2016 વચ્ચે આ માટે સેવા આપી હતી. નોંધનીય છે કે જર્મનીમાં તેમના અદ્ધભૂત કાર્યને જોતા જ તેમને ચીન જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. વધુમાં ગોખલે વિદેશ મંત્રાલયમાં ચીન અને પૂર્વીય એશિયાના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. અને તે પછી પૂર્વીય એશિયાના જોઇન્ટ સેક્રેટરી પણ હતા. વિજય કેશવ ગોખલેના નામની પસંદગી આ મહિનાની શરૂઆતની એક બેઠકમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જય શંકરનો સેવાકાળ પણ આ પદ માટે બે વર્ષો હતો પણ તેમના સારા કામને જોતા તેમને એક વર્ષનો વધુ સેવાવિસ્તાર આપવામાં આવ્યો હતો. પણ હવે તેમને નિવૃત્ત કરીને તેમની જગ્યાએ વિદેશ સચિવના પદ માટે વિજય કેશવ ગોખલેની પસંદગી કરવામાં આવી છે. સાથે જ તમને જણાવી દઇએ કે મોદી સરકારમાં વિદેશ નીતિ માટે એસ જયશંકરે પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે.

Sushma swaraj
English summary
Vijay Keshav Gokhale, Take Charge As Foreign Secretary Today, Helped Resolve Doklam Standoff, 10 points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X