For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલ્યાના બે હેલીકૉપટરની બોલી લાગી, જાણો કોને ખરીદ્યા

વિજય માલ્યા પર જે દેવું છે તેની વસૂલી માટે તેના બે હેલીકૉપટરની બુધવારે નીલામી કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

વિજય માલ્યા પર જે દેવું છે તેની વસૂલી માટે તેના બે હેલીકૉપટરની બુધવારે નીલામી કરવામાં આવી હતી. દિલ્હીની કંપની ચૌધરી એવિયેશન ઘ્વારા 8.75 કરોડ રૂપિયામાં આ હેલીકૉપટર ખરીદવામાં આવ્યા. કંપનીના અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બેગ્લોરની ડેબ્ટ રિકવરી ટ્રેંબ્યુન (ડીઆરટી) ઘ્વારા બંને હોલિકોપટરની ઈ-ઓક્શન ઘ્વારા નીલામી કરવામાં આવી. જેમાં દિલ્હીની કંપની ચૌધરી એવિયેશને સૌથી વધારે બોલી લગાવીને બંને હેલીકૉપટર ખરીદી લીધા.

દિલ્હીની કંપની ચૌધરી એવિયેશન ઘ્વારા માલ્યાના હેલીકૉપટર ખરીદવામાં આવ્યા

દિલ્હીની કંપની ચૌધરી એવિયેશન ઘ્વારા માલ્યાના હેલીકૉપટર ખરીદવામાં આવ્યા

ચૌધરી એવિયેશન કંપનીના ડાયરેક્ટર સત્યેન્દ્ર સહરાવત ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારી કંપનીએ માલ્યાના બંને પ્રાઇવેટ હેલીકૉપટર 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. એક હેલીકૉપટર માટે અમે 4.37 કરોડ અને બંને હેલીકૉપટર માટે અમે 8.75 કરોડ રૂપિયા આપ્યા છે. તેમને જણાવ્યું કે 5 સીટોવાળું બંને ઈયરબસ યુરોકૉપટર B155 10 વર્ષ જૂનું છે. હાલમાં તેને મુંબઈના જુહુ અડ્ડા પર પાર્ક કરવામાં આવ્યું છે.

બેંગ્લોરમાં થઇ નીલામી

બેંગ્લોરમાં થઇ નીલામી

વિજય માલ્યાના હેલીકૉપટરની નિલામીમાં ત્રણ ફર્મ ઘ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ હેલીકૉપટર માટે ઓછામાં ઓછી બોલી 1.75 કરોડ રાખવામાં આવી હતી. આ હેલીકૉપટર છેલ્લીવાર વર્ષ 2013 દરમિયાન ઉડાવવામાં આવ્યા હતા. ચૌધરી એવિયેશન કંપનીના ડાયરેક્ટર સત્યેન્દ્ર સહરાવત ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે ચાર્ટર સેવા સહીત વ્યવસાયિક ગતિવિધિઓ માટે આ હેલીકૉપટરનો ઉપયોગ કરવા માંગીયે છે.

8.75 કરોડમાં બંને હેલીકૉપટર ખરીદ્યા

8.75 કરોડમાં બંને હેલીકૉપટર ખરીદ્યા

ત્રણ વર્ષ જૂની આ ફર્મ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) માં ગ્રાઉન્ડ ઓપરેશન અને હોસ્પિટલોને એર એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવે છે. આપણે જણાવી દઈએ કે ઓક્શન હેઠળ વિજય માલ્યાના હેલીકૉપટરની નીલામી કરવામાં આવી હતી. વિજય માલ્યા પર 17 બેંકોનું 9000 કરોડ રૂપિયાનું દેવું છે.

English summary
Vijay Mallya 2 Personal Helicopters Auctioned For Over Rs. 8 Crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X