For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલ્યા બેંકોના 100% પૈસા પાછા આપવા તૈયાર, ‘કૃપા કરી પોતાના પૈસા લઈ લો'

બિઝનેસમેન વિજય માલ્યા કે જેના પર આરોપ છે કે તે ભારતની તમામ બેંકોના કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે અને તેને ભાગેડુ ઘોષિત કરી દેવામાં આવ્યો છે તેણે બેંકોના પૈસા પાછા આપવાની રજૂઆત કરી છે.

|
Google Oneindia Gujarati News

બિઝનેસમેન વિજય માલ્યા કે જેના પર આરોપ છે કે તે ભારતની તમામ બેંકોના કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે અને તેને ભાગેડુ ઘોષિત કરી દેવામાં આવ્યો છે તેણે બેંકોના પૈસા પાછા આપવાની રજૂઆત કરી છે. માલ્યાએ કહ્યુ છે કે તે બેંકોના 100% પૈસા પાછા આપવા માટે તૈયાર છે. માલ્યાએ કહ્યુ છે કે મારા ઉપર લાગેલા આરોપ નિરાધાર છે.

આ પણ વાંચોઃ Viral Video: પ્રિયંકા-નિક સાથે રિસેપ્શનમાં હસી મજાકના મૂડમાં દેખાયા પીએમ મોદીઆ પણ વાંચોઃ Viral Video: પ્રિયંકા-નિક સાથે રિસેપ્શનમાં હસી મજાકના મૂડમાં દેખાયા પીએમ મોદી

મીડિયા અને નેતાઓ પર કાઢી ભડાસ

મીડિયા અને નેતાઓ પર કાઢી ભડાસ

માલ્યાએ ટ્વિટ કરીને કહ્યુ કે મીડિયા અને નેતા હંમેશા મારા વિશે વાત કરે છે કે હું બેંકોના પૈસા લઈને ભાગી ગયો અને ભાગેડુ છુ જ્યારે આ સંપૂર્ણપણે ખોટુ છે. મને મારી વાત કહેવાનો મોકો કેમ આપવામાં આવતો નથી. આટલુ જ નહિ મે કર્ણાટક હાઈકોર્ટમાં બેંકોના બાકી પૈસા ચૂકવવાનો પ્રસ્તાવ બે વર્ષ પહેલા 2016માં આપ્યો હતો. છેવટે તેના પર કોઈ પ્રસ્તાવ કેમ આગળ ન આવ્યો. તેમણે મીડિયા પર નિશાન સાધતા કહ્યુ કે મહત્વની વાત એ છે કે હું બેંકોના 100% પૈસા પાછા આપવા માટે તૈયાર છુ. હું બેંકો અને સરકારને વિન્રમતાથી નિવેદન કરુ છુ કે તે આ પૈસા પાછા લઈ લે પરંતુ જો મારા પ્રસ્તાવને ઠુકરાવવામાં આવી રહ્યો છે તો તેનું કારણ શું છે.

કેમ પૈસા ડૂબ્યા

કેમ પૈસા ડૂબ્યા

કિંગફિશર એયરલાઈન્સ વિશે માલ્યાએ કહ્યુ કે એટીએફના ભાવમાં વધારાને કારણે એરલાઈન્સ નાણાકીય મુશ્કેલી સામે ઝઝૂમી રહી છે. કિંગફિશર એખ જબરદસ્ત એરલાઈન્સ હતી. પરંતુ કાચા તેલના ભાવ 140 ડૉલર પ્રતિ બેરલ હોવાના કારણે એરલાઈન્સનું નુકશાન વધતુ ગયુ અને બેંકોમાંથી લીધેલા પૈસા આમાં ખર્ચ થતા ગયા. પરંતુ મે બેંકોને તેમના 100% મૂળધન પાછુ આપવાનો પ્રસ્તાવ આપ્યો છે. કૃપા કરીને તેને લઈ લો.

ભાગેડુ ઘોષિત

ભાગેડુ ઘોષિત

ઉલ્લેખનીય છે કે ગયા મહિને યુકેની હાઈકોર્ટે ભારતની 13 બેંકોને આ વાતની અનુમતિ આપી હતી કે તે માલ્યા દ્વારા બેંકોમાં આપેલી અમુક જાણકારીને માલ્યા સામે વર્લ્ડવાઈડ ફ્રીઝિંગ ઓર્ડર તરીકે ઉપયોગ કરી શકે છે. તમને જણાવી દઈએ કે માલ્યાને ભારતમાં ભાગેડુ ઘોષિત કરવામાં આવી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ ત્રણ રાજ્યોમાં ભાજપની જીત અંગે નીતિન ગડકરીએ આપ્યુ મોટુ નિવેદનઆ પણ વાંચોઃ ત્રણ રાજ્યોમાં ભાજપની જીત અંગે નીતિન ગડકરીએ આપ્યુ મોટુ નિવેદન

English summary
Vijay Mallya offers banks and government to repay 100 percent principal amount.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X