For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય માલ્યાની મોદીને ચિઠ્ઠી, દેવુ ચૂકવવા ઈચ્છુ છુ, સરકાર કરી રહી છે નિરાશ

બેંકોના હજારો કરોડ લઈને દેશમાંથી ફરાર થઈ ગયેલા ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રીને ચિઠ્ઠી લખીને તેના પર સરકારના વલણ અંગે નિરાશા વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

બેંકોના હજારો કરોડ લઈને દેશમાંથી ફરાર થઈ ગયેલા ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રીને ચિઠ્ઠી લખીને તેના પર સરકારના વલણ અંગે નિરાશા વ્યક્ત કરી છે. લગભગ એક વર્ષ જૂના આ પત્રને માલ્યાએ સાર્વજનિક કરીને પોતાનો પક્ષ સામે રાખ્યો છે. માલ્યાએ કહ્યુ છે કે, "તે બેંકોની બાકીની રકમ ચૂકવવાની સતત કોશિશ કરી રહ્યો છે પરંતુ તેને બેંકો દ્વારા ફ્રોડ કરનાર પોસ્ટર બોયની જેમ રજૂ કરવામાં આવી રહ્યો છે અને એવી છબી બનાવવામાં આવી રહી છે કે જેથી મારા નામથી લોકો ભડકી રહ્યા છે."

vijay malya

યુકેથી જારી નિવેદનમાં માલ્યાએ કહ્યુ છે કે, "તેણે પ્રધાનમંત્રી અને નાણામંત્રીને 15 એપ્રિલ 2016 ના રોજ પત્ર લખ્યો હતો પરંતુ તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. હવે હું દરેક વસ્તુ સ્પષ્ટ કરવા માટે આ પત્રોને સાર્વજનિક કરી રહ્યો છુ. વિજય માલ્યાએ લખ્યુ છે કે બેંકોનો દાવો વ્યાજની રકમને લઈને છે, લોનની રિકવરી સિવિલ મેટર છે પરંતુ તેની સામે અપરાધિક કેસ બનાવવામાં આવ્યો છે." આ ચિઠ્ઠીમાં માલ્યાએ કહ્યુ છે કે આ બધાથી હવે તે થાકી ગયો છે.

વિજય માલ્યાએ કહ્યુ કે સીબીઆઈ અને ઈડી તેના પર અપરાધિક ચાર્જ લગાવી રહ્યા છે જે તેની સામે એજન્ડા છે. તેના જણાવ્યા મુજબ જો કોઈ રાજકીય વિક્ષેપ હશે તો લોન ચૂકવવા માટે કે કંઈ નહિ કરી શકે. લિકર કિંગ વિજય માલ્યા પર 17 બેંકોના લગભગ 8,191 કરોડ રૂપિયા બાકી છે અને તે 2016 માં યુકે ભાગી ગયો હતો. લોન અને મની લોંડ્રિંગ કેસમાં માલ્યા ભારતમાં વોન્ટેડ છે.

English summary
vijay mallya released his letters to narendra modi arun Jaitley
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X