પંજાબના ડીજીપીનો ખુલાસો, વિજેન્દરે 6 વાર કર્યું હતું ડ્રગ્સનું સેવન

vijendra singh
ગઢ, 10 માર્ચ: ઓલિમ્પિક પદક વિજેતા વિજેન્દર સિંહની મુશ્કેલીઓમાં વધારો થઇ રહી છે. પંજાબના ડીજીપી સુમેધસિંહનું કહેવું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે વિજેન્દરે ઓછામાં આછા 6 વખત ડ્રગ્સનું સેવન કર્યું છે. ડીજીપીના જણાવ્યા અનુસાર વિજેન્દર અને રામસિંહ છેલ્લા ત્રણ મહિનાથી ડ્રગ્સનું સેવન કરી રહ્યા હતા.

વિજેન્દર ડ્રગ ડીલિંગમાં મુખ્ય આરોપી અનુપસિંહ કાહલોને લગભગ એક વર્ષથી જાણે છે. જ્યારે રામસિંહે કહલોને પાંચ વર્ષથી ઓળખે છે. પંજાબના ડીજીપીના જણાવ્યા અનુસાર વિજેન્દરે ગયા ડિસેમ્બરથી જ ડ્રગ્સની લતે લાગ્યો હતો, જ્યારે રામસિંહે ચંદીગઢમાં ડ્રગ્સનું સેવન કર્યું હતુ. બાદમાં વિજેન્દરે પણ ઉત્સુકતાવશ માત્ર ચાખવા માટે ડ્રગ્સ લીધું હતું. ત્યારપછી બંનેએ લગભગ છ વખત નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વિજેન્દર સિંહના મિત્ર અને બોક્સર રામ સિંહે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટર્વ્યુમાં એવો દાવો કર્યો છે કે બંનેએ કેટલીક વખત થોડી માત્રામાં નશીલા પદાર્થનું સેવન કર્યું હતું. જે એનઆરઆઇ અનૂપ સિંહ કહલોએ તેમને આપ્યું હતું.

હેરોઇન કેસમાં ધરપકડ કરવામાં આવેલા મુખ્ય આરોપી કહલોએ શનિવારે પોલીસ હિરાસતમાં આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. હવે આ કેસમાં વિજેન્દરની વધુ તપાસ કરવામાં આવશે એવું પંજાબ પોલીસે જણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X