• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિજેન્દરે મારી સાથે 4-5 વાર ડ્રગ્સનું સેવન કર્યું હતું: રામ સિંહ

By Kumar Dushyant
|
vijendra-singh
ચંદીગઢ, 10 માર્ચ: ઓલંપિક પદક વિજેતા બોક્સર વિજેન્દર સિંહના મિત્ર અને બોક્સર રામ સિંહે દાવો કર્યો છે કે બંનેએ કેટલીક વખતે થોડી માત્રામાં નશીલા પદાર્થનું સેવન કર્યું હતું જે એનઆરઆઇ અનૂપ સિંહ કહલોએ આપ્યું હતું. હેરોઇન કેસમાં ધરપકડ કરવામાં આવેલા મુખ્ય આરોપી કહલોએ શનિવારે પોલીસ હિરાસતમાં આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પંજાબ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર રામ સિંહે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપીનું પદ ધરાવતા વિજેન્દર અને તેને કહલો દ્રારા આપવામાં આવેલ 1.3 ગ્રામ હેરોઇનનું સેવન કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર રામ સિંહે તેમને જણાવ્યું હતું કે તે પહેલાં કહલોને મળ્યા હતા. રામ સિંહે ફતેહગઢ સાહિબ પોલીસને જણાવ્યું હતું કે પહેલી વાર તેને ગત વર્ષે ડિસેમ્બરમાં લગભગ 2 ગ્રામ હેરોઇન આપવામાં આવ્યું હતું અને પૈસા પણ લીધા ન હતા.

ત્યારબાદ તેને અને વિજેન્દરે એક જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન 4-5 વાર ડ્રગ્સનું સેવન કર્યું હતું. રામ સિંહે એમપણ કહ્યું હતું કે વિજેન્દરે પહેલીવાર હેરોઇન ત્યારે લીધું હતું જ્યારે બંને ગાડીમાં ચંદીગઢથી પટિયાલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટસ જઇ રહ્યાં હતા.

જ્યારે ફતેગઢ સાહિબ એસએસપી એચ એસ માનનો સંપર્ક કર્યો તો તેમને રામ સિંહના નિવેદન પર ટિપ્પણી કરવાની મનાઇ કરી દિધી હતી દરેક બાજુએથી તપાસ કરવામાં આવી રહી છે. મોટાપાયે મળી આવેલા માદક પદાર્થોના કેસમાં ઝડપાયેલા કહલોએ આજે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેની સ્થિતી સારી છે.

બીજી તરફ પોલીસે ઓલંપિક પદક વિજેતા વિજેન્દર સિંહ સાથે કથિત સંબંધોની તપાસ કરી અને તેની ગેંગનો મુખ્ય માણસ બતાવવામાં આવી રહ્યો છે એક પૂર્વ ડીએસપીને પકડવા માટે રેડ પાડી હતી.

English summary
Boxer Ram Singh confesses purchasing drug from dealer Anoop Singh Kahlon. In his statement he mentioned another boxer Vijendra Singh's name and said that both of them had bought the drug.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more