છોકરી સાથે છેડછાડ કરવા બદલ ગ્રામીણોએ 4 યુવકોની પીટાઈ કરી
રાજસ્થાનના સીકર જિલ્લામાં ચાર યુવકોને મરઘો બનાવીને મારવાનો વીડિયો વાયરલ થયો છે. યુવકો પર એક યુવતી સાથે છેડછાડ કરવાનો આરોપ છે. આ આખો મામલો સીકર જિલ્લાના જિનમાતા ધામનો છે. સીકર સદર ચોકી અધિકારી કરણ સિંહ ખાંગાંરોત ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાંચ દિવસ પહેલા એક પરિવાર જિનમાતા આવ્યો હતો. આ દરમિયાન એક છોકરી સાથે છેડછાડ થઇ. છેડછાડના આરોપી ચાર યુવકો અહીંથી ભાગી ગયા. આ ઘટના વિશે જયારે છોકરીએ ગ્રામીણોને જણાવ્યું ત્યારે ગ્રામીણોએ ચારે યુવકોનો પીછો કર્યો અને સીકર સદર ચોકી વિસ્તારના ગામ આંતરીમાં તેમને પકડી લીધા.
ચારેની શાંતિભંગના આરોપમાં ધરપકડ
ત્યારપછી ચારેને મરઘો બનાવીને તેમની પીટાઈ કરી અને પોલિસને સૂચના આપવામાં આવી. સદર ચોકી પોલીસે ચારેની શાંતિભંગના આરોપમાં ધરપકડ કરી છે. યુવકને મરઘો બનાવીને તેમની સાથે મારપીટ કરવાનો કોઈએ વીડિયો બનાવી લીધો, જે હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
સીકર સદર ચોકી અધિકારી કરણ સિંહ ખાંગાંરોત ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચારે યુવકો જયપુર જિલ્લાના ફૂલેરા ચોકી વિસ્તારના રોજડી ગામના રહેવાસી છે. ચારે યુવકોને શાંતિભંગ કરવાના આરોપમાં ધરપકડ કરીને તેમને ત્યારપછી જામીન પર છોડી મુકવામાં આવ્યા છે.