• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગર્ભવતી સીતાને ઘરેથી કાઢી મૂકવાનો રામનો નિર્ણય ખોટો હતો: વિનય કટિયાર

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 9 નવેમ્બર: ભાજપના નેતા વિનય કટિયારે દેશના જાણીતા વકીલ રામ જેઠમલાણીના નિવેદન પર કહ્યું છે કે રામ જેઠમલાણીનું સીતારામ હોત તો સારું કહેવાત. કારણ કે આ એક પતિ-પત્નીનું મિલન છે, પરંતુ તેમને કયા સંદર્ભે આ વાત કહી તે કહી શકાય નહી. આ સાથે તેમને એમ પણ કહ્યું હતું કે સીતા માતા ગર્ભવતી હતા ત્યારે રામે એક ધોબીના કહેવાથી તેમને ઘરેથી કાઢી મૂક્યા હતા. જ્યારે તેમને અગ્નિપરીક્ષા આપી હતી. ગર્ભવતી સીતામાતાને ઘરેથી કાઢી મૂકવા ન જોઇતા હતા. ઘણા લોકો રામના આ નિર્ણયથી નાખુશ છે. આજે પણ ઘણા મતભેદ છે.

બીજી તરફ ભાજપ મુખ્તાર અબ્બાસ નકવીએ પણ કહ્યું હતું કે રામ જેઠમલાણીનું નામ રામથી શરૂ થાય છે. જો તે ભગવાન રામથી અપરિચિત છે તો આ મુદ્દે કોઇ હું કોઇ નિવેદન આપીશ નહી. જાણીતા વકીલ રામ જેઠમલાણીએ રામ અંગે વિવાદિત નિવેદન આપી ધમાલ મચાવી દિધી છે. સ્ત્રી-પુરૂષના સંબંધો પર લખવામાં આવેલા એક પુસ્તક વિમોચન સમારોહમાં રામ જેઠમલાણીએ રામને ખરાબ પતિ અને તેમના લક્ષ્મણને ખરાબ ગણાવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ભાજપના નેતા સુષમા સ્વરાજે ઓહ માય ગૉડ અને સ્ટૂડન્ટ ઑફ ધ ઇયરમાં હિંદૂ દેવી-દેવતાઓને લઇને અમર્યાદિત ટિપ્પણી અને ગીતોના સંવોદોને લઇને તેમને ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ મુદ્દે તે સાંસદમાં ઉઠાવશે.

તો બીજી તરફ રામ જેઠમલાણીના નિવેદન પર અયોધ્યાના સાધુ-સંતોને તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું છે તે પોતાની મર્યાદામાં રહે અને તાત્કાલિક માફી માંગે. વેદાંતાચાર્ય અને મહંત રામનિકુંજ ધામના મહંત રામાનંદ દાસના અનુસાર રામ જેઠમલાણી કાયદાશાસ્ત્રી હોય શકે છે પરંતુ ધર્મશાસ્ત્રના જાણકાર નથી. તેમને શાસ્ત્રીય પરંપરાનું જ્ઞાન નથી.

સાધુ સમાજે કહ્યું છે કે તે લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે રમત ના રમે અને તેમની આસ્થાને ઠેસના પહોંચાડે, આ હક તેમને કોઇએ આપ્યો નથી. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદે રામ જેઠમલાણીને હિન્દુ સમાજ અને દેશના સાધુ સંતોને માફી માંગવાની માંગણી કરી છે. આ ઉપરાંત રામ જેઠમલાણીને સલાહ આપી છે કે તે ધાર્મિક મુદ્દે કશું પણ બોલે નહી.

English summary
Vinay Katiyar on Friday backed senior member of the party Ram Jethmalani's controversial comments on Ram, the protagonist in the epic 'Ramayana'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X