For Quick Alerts
For Daily Alerts
વિંદુની કબૂલાત, 'આ વખતે સટ્ટામાં કમાયો 17 લાખ'
મુંબઇ, 22 મે : આઇપીએલ સટ્ટેબાજીમાં પોલીસ અનુસાર ધરપકડ વિંદુ દારા સિંહ સટ્ટેબાજી પહેલા આઇપીએલ ટીમો સાથે જોડાયેલા લોકોની સાથે વાતચીત કરીને જાણકારી મોળવતો હતો કે આજે કઇ ટીમ જીતી શકે છે અને તેના આધારે જ સટ્ટો લગાવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વિંદુએ કબુલ્યું છે કે તેણે વર્લ્ડકપ મેચ દરમિયાન સટ્ટો લગાવ્યો હતો.
પોલીસની માનીએ તો વિંદૂએ કબૂલ્યું છે કે આ વર્ષે આઇપીએલમાં સટ્ટો લગાવીને તેણે 17 લાખ રૂપિયા જીત્યા છે. વિંદુના જીતેલા રૂપિયા બુકી રમેશ વ્યાસ પોતાની મંડળીઓ દ્વારા તેના ઘરે મોકલાવી દેતો હતો.
વિંદુએ જણાવ્યું કે આનંદ નામના બુકીના કહેવા પર તેણે સટ્ટાના ધંધામાં પગ માંડ્યા. જયપુરના બુકી પવન અને સંજય સાથે વિંદુની છેલ્લા આઠ વર્ષોથી ઓળખાણ છે. વિંદુ પ્રખ્યાત કલાકાર દારાસિંઘનો પુત્ર છે. સટ્ટામાં અને સ્પોટ ફિક્સિંગમાં તેની ધરપકડ થવાથી બોલિવુડમાં લોકોને આંચકો લાગ્યો છે.