For Quick Alerts
For Daily Alerts
સ્પોટ ફિક્સિંગ: કોર્ટે 28 મે સુધી વિંદુને મોકલ્યો પોલીસ કસ્ટડીમાં
નવી દિલ્હી, 24 મે : આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં મુંબઇથી ધરપકડ કરવામાં આવેલ વિંદુ દારા સિંહ, હવાલા કારોબારી અલ્પેશ પટેલ અને પ્રેમ ચંન્દ્ર રામચંદ્રા તનેજા ત્રણેયને આજે કિલા કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા હતા.
આજે આ ત્રણેયનો પોલીસ રિમાન્ડનો છેલ્લો દિવસ હતો. મુંબઇ પોલીસે તેમની રિમાન્ડ વધારવા માટે કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારબાદ વિંદુ દારા સિંહને કોર્ટે 28 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. જ્યારે કોર્ટે અન્ય ત્રણ આરોપીઓ મનીષ, રમાકાંત, અમિત સિંહને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે.
આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગની તપાસનો વ્યાપ વધતો જ જઇ રહ્યો છે. અને નવાનવા ખુલાસાઓ થઇ રહ્યા છે. પોલીસ અધિકારીક સૂત્રોના અનુસાર હજી વધુ ખેલાડીઓ ફિક્સિંગમાં સામેલ હોવાની સંભાવના છે.
સૂત્રો અનુસાર વિંદુના ચેન્નાઇ સુપર કિંગ્સના ત્રણ ખેલાડીઓની સાથે ઘણા અંગત સંબંધો હતા. મુંબઇ ક્રાઇમ બ્રાંચ વિંદુની સતત પૂછપરછ કરી રહી છે, ત્યારબાદ આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.