• search

કેજરીવાલનો સ્ક્રિપ્ટેડ ડ્રામા હતી 49 દિવસની સરકારઃ બિન્ની

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરીઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધાના થોડાક સમય બાદ જ તેમના પર શબ્દોના બાણ ચાલવા લાગ્યા. તેમના જ સાથી ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીએ કહ્યું કે, આ બધુ કેજરીવાલનો સ્ક્રિપ્ટેડ ડ્રામા છે. અરવિંદ કેજરીવાલનો હેતુ ક્યારેય વિધાનસભા હતો જ નહીં, હું તેમને નજીકથી જાણું છું. તેમનો હેતુ લોકસભા છે. દિલ્હીની જનતાને મુર્ખ બનાવવામાં આવી રહી હતી. તમે તો એવી વસ્તુઓ ઇચ્છી રહ્યાં છો કે બધુ ઉલઝાવી દો અને પોતાને પાકસાફ બતાવી દો.

બિન્નીએ કહ્યું કે કેજરીવાલનો હેતુ લોકસભા છે અને તેના માટે દિલ્હીની જનતાનો ઉપયોગ કરવામાં આવ્યો, તેમની નજર વડાપ્રધાન પદ પર છે. કોંગ્રેસ, ભાજપ તૈયાર હતા તેમ છતાં તેમણે જીદ પકડી અને વિરોધ કર્યો. ખરા અર્થમાં તેમનો હેતુ જનલોકપાલ નથી, પરંતુ લોકસભા ચૂંટણી લડવા માટે રાજીનામું આપવાનો હતો. તેમણે બધુ ઉલઝાવી દીધુ અને પછી ભાજપ-કોંગ્રેસ પર આરોપ લગાવી દીધા.

બિન્નીએ કહ્યું કે કેજરીવાલને એટલી ઉતાવળ શા માટે હતી, લોકપાલ બિલ એક મહિના, બે મહિના પછી આવત, ચાર મહિના કે વર્ષ સુધી રાહ જોત, વારંવાર બિલને મોકલતા રહેત, પરંતુ તેમણે એવું કંઇ ના કર્યું. તેની પાછળનું સૌથી મોટું કારણ ભય હતો વાયદા પૂરા નહીં કરી શકવાનો. ‘આપ'એ જનતાને વચન આપ્યું હતું, જે પૂરુ કરી શક્યા નથી. જનતા હવે ધારાસભ્યોને કહી રહી છે કે તેમણે ઘણું વિચારીને મત આપ્યા હતા કે સારું પ્રશાસન મળશે, પરંતુ તે ભાગી ગયા.

બિન્નીએ શું કહ્યુ

બિન્નીએ શું કહ્યુ

કેજરીવાલનો હેતુ લોકસભા છે અને તેના માટે દિલ્હીની જનતાનો ઉપયોગ કરવામાં આવ્યો, તેમની નજર વડાપ્રધાન પદ પર છે. કોંગ્રેસ, ભાજપ તૈયાર હતા તેમ છતાં તેમણે જીદ પકડી અને વિરોધ કર્યો.

ભાજપના હર્ષવર્ધને શું કહ્યું

ભાજપના હર્ષવર્ધને શું કહ્યું

તેઓ લોકોને અસહાય છોડીને રાજકારણમાં જતા રહ્યાં છે. હવે દિલ્હી હોય કે દેશ હોય, જનતા તેમના કારનામા સમજી ગઇ છે. તેમના આરોપ અને જુઠ્ઠાણું જગજાહેર થઇ ગયું છે. તેમને કોઇ ગંભીરતાથી લઇ રહ્યું નથી.

રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદ

ભ્રષ્ટ કોંગ્રેસના ખભા પર ચઢીને સરકાર બનાવી હતી, ખોખલી ઘોષણા કરતા હતા, જે દિવસે સરકાર બની, ત્યારથી તેઓ બહાર નિકળવાનો રસ્તો શોધી રહ્યાં હતા. બળજબરીથી, ગેરકાયદે રીતે બિલ પાસ કરાવવાના પ્રયત્નો કરનારા આંદોલનકારી અને નિષ્ફળ શાસક કેજરીવાલ સ્થિતિઓને સમજી શક્યા નહીં.

સંદીપ દીક્ષિત

સંદીપ દીક્ષિત

સૌથી પહેલા ભારત સરકાર લોકપાલ બિલ લાવી, તો અમે દિલ્હીમાં શા માટે અવરોધ ઉભા કરત, લોકસભા ચૂંટણી માટે તો અમે બધા તૈયાર છીએ.

વી. નારાયણ સ્વામી

વી. નારાયણ સ્વામી

કેન્દ્રીય રાજ્યમંત્રી વી. નારાયણ સ્વામીએ શુક્રવારે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જન લોકપાલ બિલ પર એટલા માટે જોર લગાવી રહ્યાં છે કે કારણ કે તે સસ્તી લોકપ્રિયતાના ભૂખ્યા છે. વડાપ્રધાન કાર્યાલયના પ્રભારી મંત્રીએ કહ્યું કે, એ કેન્દ્રીય મંત્રી હોય કે પછી રાજ્યમંત્રી બધા જ સંવિધાનથી બંધાયેલું છે. તેમને કાયદા અનુસાર કામ કરવાનું હોય છે.

English summary
After the resignation of Arvind Kejriwal, his own colleague MLA Vinod Kumar Binny has said that Arvind Kejriwal's drama was totally scripted to get into Lok Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more