For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરૂ કેજરીવાલ વિરૂદ્ધ ચૂંટણી લડશે શિષ્ય વિનોદ બિન્ની

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પોતાના જૂના સાથી વિનોદ કુમાર બિન્નીએ તેમના વિરૂદ્ધ ગોલ માર્કેટ સીટ પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે તે ગોલ માર્કેટ ક્ષેત્રની જનતા સાથે સતત જોડાયેલા છે અને તે ત્યાંથી અરવિંદ કેજરીવાલને માત આપશે. ગત વિધાનસભા ચૂંટણીમાં વિનોદ કુમાર બિન્નીએ લક્ષ્મી નગર સીટ પરથી કોંગ્રેસના અસરદાર નેતા ડૉ. અશોક વાલિયાને માત આપી હતી. વિનોદ કુમાર બિન્ની પણ ભાજપમાં સામેલ થાય એવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે.

દિલ્હીના રાજકારણને લાંબા સમયથી જોઇ રહેલા વરિષ્ઠ પત્રકાર આશુતોષ ઉપ્રેતી કહે છે કે ગોલ માર્કેટ રાજધાની એકદમ મહત્વપૂર્ણ વિધાનસભા સીટ છે. તેના પર આ વખતે બધાની નજર રહેશે.

vinod-kumar-binny-11

એમ.એસ. ધીર ભાજપમાં જશે
આ દરમિયાન ગત સરકારમાં સ્પીકર એમ.એસ ધીરનું ભાજપમાં જોડાવવું નક્કી ગણવામાં આવી રહ્યું છે. તેમની દિલ્હી ભાજપ પ્રમુખ સતીશ ઉપાધ્યાય સાથે મુલાકાત થઇ ચૂકી છે. તે દક્ષિણ દિલ્હીની જંગપુરા સીટ પરથી લડી શકે છે ભાજપની ટિકીટ પર. આમ તો એમપણ કહેવામાં આવે છે કે તેમને અકાળી દળ પણ ટિકીટ આપવા માંગે છે.

આ દરમિયાન ભલે દિલ્હીમાં સરકાર બનાવવાના લાખો દાવા કરે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, પરંતુ દિલ્હીમાં સરકાર ભાજપની જ બનશે. એબીપી ન્યૂઝ-નિલ્સનના પહેલાં ઓપિનિયન પોલના અનુસાર દિલ્હીમાં ભાજપ બહુમતની સાથે સરકાર બનાવી લેશે. જો કે, દિલ્હીમાં કોઇ સરકાર બનશે, તેનો નિર્ણય તો મતદાન અને મતગણના બાદ જ થશે.

English summary
Former AAP Vinod Binny to fight against Arvind Kejriwal. Binny to contest from Gole Market.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X