For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિનોદ રાય કહેશે Bye..Bye..,શશિકાંત શર્મા નવા CAG

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 મે: નિયંત્રક અને ઓડિટર જનરલ (કેગ)ના પ્રમુખ પદ પરથી વિનોદ રાય બુધવારે સેવાનિવૃત થઇ રહ્યાં છે. આ પદ પરથી નિવૃત થતાં પહેલાં તેમને કેગની જવાબદારી રક્ષા સચિવ શશિકાંત શર્માને સોંપી છે. શશિકાંત શર્માને ભારતના નવા નિયંત્રક અને ઓડિટર જનરલ (કેગ) નિમવામાં આવ્યાં છે. કેગના પદ પર શશિકાંત શર્માની નિમણૂક એવા સમયે થઇ છે જ્યારે આ સંસ્થાના રિપોર્ટ પર વિવાદને લઇને ચર્ચાના કેન્દ્રમાં છે.

બિહાર કેડરના 1976 બેચના આઇએએસ અધિકારી શશિકાંત શર્મા સાડા પાંચ વર્ષના કાર્યકાળ બાદ નિવૃત થઇ રહેલા વિનોદ રાયનું સ્થાન ગ્રહણ કરશે. વિનોદ રાયના કાર્યકાળમાં 2જી સ્પેક્ટ્રમ ફાળવણી અને કોલસા બ્લોક ફાળવણીના રિપોર્ટને લઇને કેગ સરકારના નિશાના પર છે.

shashikant-vinod

નાણા મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે શશિકાંત શર્માને સંવિધાનની કલમ 148 (1) હેઠળ કેગ નિમવામાં આવ્યાં છે. યોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ સાયન્સમાં સ્નાતક શશિકાંત શર્મા 23 મેના રોજ કાર્યભાર સંભાળશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા 62 વર્ષીય શશિકાંત શર્માને બુધવારે પદ તથા ગોપનિયતાની શપથ લેવડાવવામાં આવશે.

વિનોદ રાયની જેમ શશિકાંત શર્મા પણ નાણાંકીય સેવાઓના વિભાગમાં સચિવ તરીકે સેવા આપી ચૂક્યાં છે. કેગની નિયુક્તિ છ વર્ષે કે 65 વર્ષની ઉંમરમાં સેવાનિવૃતિ બંનેમાંથી જે પણ પહેલાં થાય ત્યાં સુધી કરવામાં આવે.

આ પહેલાં કેગના પ્રમુખ પદેથી સેવાનિવૃત થઇ રહેલા વિનોદ રાયે કહ્યું હતું કે 2જી સ્પેક્ટ્રમ અને કોલસા ફાળવણી પર વિવાદાસ્પદ ઓડિટ રિપોર્ટ લીક થવા પાછળ તેમની કોઇ ભૂમિકા નથી.

વિનોદ રાયે કહ્યું હતું કે ઓડિટ પ્રક્રિયા દરમિયાન જો કોઇ માહિતી અધિકાર હેઠળ પ્રશ્ન પૂછે છે તો સીઆઇસીએ વ્યવસ્થા કરી છે કે અમારે તેનો જવાબ આપવો પડશે. તેમને પોતાનો વિચાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે સંસદમાં રાખવામાં આવતાં પહેલાં આ રિપોર્ટ કોઇને બતાવવામાં ન આવે. તેમને આ અંગે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો, પરંતુ તે નક્કી થયું કે આ સંસદીય વિશેષાધિકારનું ઉલ્લંઘન છે.

English summary
Defence secretary Shashi Kant Sharma would be the next Comptroller and Auditor General (CAG) of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X