નિઝામુદ્દીન મરકજમાં આવેલા વિદેશીઓએ વિઝા નિયમોનુ ઉલ્લંઘન કર્યુઃ સરકારી સૂત્ર
દિલ્લીના નિઝામુદ્દીનમાં તબ્લીગી જમાતના મરકજમાં રોકાયેલા લોકોમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. અહીં દેશ વિદેશથી ઘણા લોકો ભેગા થયા હતા. એક તરફ મરકજમાં લોકોના ભેગા ન થવા વિશે જારી ગાઈડલાઈનને પૂરી ન કરવાનો આરોપ છે તો વળી, એ પણ સામે આવ્યુ છે કે અહીં આવેલા વિદેશી લોકોએ વિઝાના નિયમોનુ પણ ઉલ્લંઘન કર્યુ છે.
એએઆઈના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યુ છે, ગૃહ મંત્રાલયે જોયુ કે ભારત સરકારના વિઝા નિયમો મુજબ ધાર્મિક વિચારધારાનો પ્રચાર કરવો, ધાર્મિક સ્થળોમાં ભાષણ આપવુ, ધર્મ સાથે સંબંધિત ઑડિયો-વિઝ્યુઅલ કે જાહેરાતો વહેંચવાનુ અનુમતિ નથી. આ લોકોએ આ નિયમો ન માનવાની વાત સમજમાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે નિઝામુદ્દીન મરકજથી અત્યાર સુધી 1033 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. 334ને હોસ્પિટલોમાં ભરતી કરવામાં આવ્યા છે અને 700ને ક્વૉરંટાઈન કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. નિઝામુદ્દીન સ્થિત મરકજમાં મલેશિયા, ઈન્ડોનેશિયા, સઉદી અરબ, કિર્ગિસ્તાન સહિત 2000થ વધુ પ્રતિનિધિઓએ 1થી 15 માર્ચ સુધી તબ્લીગ-એ-જમાતમાં ભાગ લીધો હતો.
અહીં દેશના અલગ અલગ ભાગોમાં ગયેલા લોકોમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. સોમવારે નિઝામુદ્દીન સ્થિત મરકજમાં શામેલ થનારા છલોકોની તેલંગાનામાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. અંદમાનમાં 10 લોકોના રિપોર્ટમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ 10માંથી 9 લોકો એ છે જે દિલ્લીની મરકજમાં શામેલ થયા હતા. દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા મંગળવારે 1200ને પાર કરી ગઈ છે. વળી, 32 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં અત્યાર સુધી સાત લાખ 86 હજાર કેસ કોરોનાના આવી ચૂક્યા છે. વળી, 37 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.
આ પણ વાંચોઃ મરકજ બિલ્ડિંગમાં હાજર 24 લોકો પૉઝિટીવ, કેજરીવાલે બોલાવી હાઈ લેવલ બેઠક