For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઔરંગાબાદમાં હિંસા ભડકી, 60 ઘાયલ, દુકાનો અને ગાડીઓમાં આગ

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શુક્રવારે રાતે બે સમુદાયો વચ્ચે હિંસા ભડકી ગઈ. ઔરંગાબાદના જૂના વિસ્તારમાં હજુ પણ તણાવની સ્થિતિ છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શુક્રવારે રાતે બે સમુદાયો વચ્ચે હિંસા ભડકી ગઈ. ઔરંગાબાદના જૂના વિસ્તારમાં હજુ પણ તણાવની સ્થિતિ છે. પોલિસના જણાવ્યા મુજબ બે સમુદાય વચ્ચે થયેલા વિવાદે જોતજોતામાં ઉગ્ર રૂપ ધારણ કરી લીધુ અને હિંસા ભડકી ઉઠી. ઉપદ્રવીઓએ દુકાનોમાં આગ લગાવી દીધી. સ્થિતિને નિયંત્રિત કરવા પહોંચેલી પોલિસને પણ વિરોધનો સામનો કરવો પડ્યો. જેમાં 15 પોલિસ કર્મીઓ સહિત કુલ 60 લોકો ઘાયલ થઈ ગયા. આ ઉપરાંત લગભગ 50 ગાડીઓને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

aurangabad

એક વ્યક્તિના મોતના સમાચાર

આ હિંસામાં એક વ્યક્તિના મોતના સમાચાર છે. હિંસાનું કારણ હજુ સુધી જાણવા સ્પષ્ટ મળ્યુ નથી. જો કે કહેવામાં આવી રહ્યુ છે કે શહેરના જૂના વિસ્તાર રાજાબજારમાં શુક્રવારે રાતે દૂધના એક સ્ટોલ પર બે સમુદાયો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને ત્યારબાદ હિંસા ભડકી ઉઠી. આખી રાત શહેરમાં ઉપદ્રવીઓ અને પોલિસ વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો. શનિવારે સવારે પોલિસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો. સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલિસબળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે. પોલિસ ઉપદ્રવીઓની ઓળખમાં લાગેલી છે. સંમગ્ર વિસ્તારમાં સ્થિતિ તણાવગ્રસ્ત છે.

બે સમુદાયો વચ્ચે હિંસા

મીડિયા અહેવાલો મુજબ બે સમુદાયો વચ્ચે થયેલી હિંસા બાદ દુકાનોમાં આગચંપી કરવામાં આવી. ત્યારબાદ હિંસાને રોકવા માટે પોલિસે અશ્રુગેસના શેલ છોડ્યા અને આખા શહેરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેનાં પોલિસ લોકો પર ફાયરિંગ કરી રહી છે અને અશ્રુ ગેસના શેલ છોડી રહી છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલિસના ઉચ્ચ અધિકારીઓએ આના ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે.

English summary
violence erupted-in maharashtra aurangabad many policemen injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X