અસમ-મિઝોરમ સીમા પર તણાવ, ઘણા ઘાયલ, ગૃહમંત્રીએ બોલાવી બેઠક
ગુવાહાટીઃ દેશના પૂર્વોત્તર રાજ્યથી એક વાર ફરીથી હિંસાના સમાચાર છે. મળતી માહિતી મુજબ અસમ અને મિઝોરમના લોકો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં ઘણા લોકોના ઘાયલ થયા બાદ બંને રાજ્યોની સીમા પર તણાવની સ્થિતિ બની ગઈ છે. જો કે અધિકારીઓનુ કહેવુ છે કે મિઝોરમના કોલાસિબ અને અસમના કછાર વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ આ વિશે વાત કરવા માટે આજે મિઝોરમના ગૃહમંત્રી લલચામલિયાનાએ આજે બેઠક બોલાવી છે જેમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા આજે(સોમવારે) બંને રાજ્યો સાથે થનારી બેઠકની અધ્યક્ષતા કરશે.
અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે પીએમઓ અને ગૃહ મંત્રાલયને પણ આની માહિતી આપી છે. વળી, મિઝોરમ સરકારે પણ પોતાની વાત કેન્દ્રને જણાવી છે. તમને જણાવી દઈએ કે હિંસક ઝડપ મિઝોરમના કોલાસિબ જિલ્લા અને અસમના કછાર જિલ્લાની બૉર્ડર પર થઈ છે. જેના વિશે અસમ સરકારે નિવેદન જારી કર્યુ છે કે તેમણે આ વિષય પર મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગા સાથે પણ ફોન પર વાત કરી છે અને સીમાના મુદ્દાઓને શાંતિપૂર્વક ઉકેલવાની અપીલ કરી છે જેમાં સીએમ જોરમથાંગાએ પૂરો સહયોગ કરવાનુ આશ્વાસન આપ્યુ છે.
શું છે વિવાદ?
શનિવારે બંને રાજ્યોની સીમાની બંને તરફ રહેતા લોકો વચ્ચે એક કોવિડ પરીક્ષણ કેન્દ્ર પર સામાનો માટે બોલાચાલી થઈ ગઈ ત્યારબાદ અસમના અમુક લોકોએ સીમા પરના ગામના બહારના વિસ્તારમાં સ્થિત ઑટો રિક્શા સ્ટેન્ડ પાસે કથિત રીતે એક ટોળા પર પત્થરમારો કરી દીધો જેના જવાબમાં મિઝોરમના અમુક યુવક લાયલપુર આવ્યા અને ટ્રક ચાલકો અને ગ્રામીઓ પર હુમલો કર્યો અે 15થી વધુ નાની દુકાનો અને ઘરોને સળગાવી દીધા અને ત્યારબાદ ત્યાં હિંસા ભડકી ગઈ. જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ જેમાં ઘણા લોકો ઘાયલ થઈ ગયા જેમાંથી 4ની હાલત ખૂબ ગંભીર છે. આ ઘટનામાં ઘણુ આર્થિક નુકશાન પણ થયુ છે.
તમને જણાવી દઈએ કે મિઝોરમના કોલાસિબ જિલ્લાના વેરેંગતે ગામ રાજ્યનો ઉત્તર ભાગ છે જ્યારે અસમનો કછાર જિલ્લાનુ લૈલાપુર ગામ મિઝોરમના વેગેંરતે ગામ પાસે છે. ગામોમાં ભારે પોલિસ બળ તૈનાત છે. ગામમાં કલમ 144 લાગુ છે. અસમના વનમંત્રી તેમજ સ્થનિક ધારાસભ્ય પરિમલ શુક્લા વૈદ્યે કાલે લૈલાપુર ગામની મુલાકાત પણ લીધી હતી ત્યારબાદ તેમણે મીડિયામાં નિવેદન આપ્યુ કે હવે ત્યાં સ્થિતિ કાબુમાં છે.
મહારાષ્ટ્રના જંગલમાં અથડામણ, કમાન્ડોઝે 5 નક્સીઓને કર્યા ઠાર